તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:સોરઠમાં વધુ 27 ને કોરોના પોઝિટીવ, 33ડિસ્ચાર્જ કરાયા, જૂનાગઢ જિલ્લામાં 20 અને ગીર-સોમનાથમાં 7 કેસ નોંધાયા

જૂનાગઢ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જૂનાગઢ જિલ્લામાં હજુ 2,204 લોકો કન્ટેઇનમેન્ટ ઝોનમાં

સોરઠમાં રવિવારે વધુ 27 ને કોરોના પોઝિટીવ આવ્યો છે, જ્યારે 33 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. દરમિયાન જૂનાગઢ જિલ્લામાં હજુ 2,204 લોકો કન્ટેઇનમેન્ટ ઝોનની કેદમાં છે. રવિવારે આવેલા કેસ પર નજર કરીએ તો જૂનાગઢ જિલ્લામાં વધુ 20 ને કોરોના પોઝિટીવ આવ્યો છે. આ 20 કેસમાં જૂનાગઢ સિટીના 12, કેશોદ તાલુકાના 3, જૂનાગઢ, ભેંસાણ, માળીયા હાટીના, માણાવદર અને વિસાવદર તાલુકામાં 1-1 કેસ નોંધાયો છે. જ્યારે 23 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

જૂનાગઢ જિલ્લામાં હાલ 74 કન્ટેઇનમેન્ટ ઝોનમાં 526 ઘરના 2,204 લોકોનો સમાવેશ થાય છે. જ્યારે ગિર સોમનાથમાં રવિવારે વધુ 7 ને કોરોના પોઝિટીવ આવ્યો છે, જ્યારે 10 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હજુ પણ કોરોના સંક્રમણનો ખતરો ટળ્યો ન હોય લોકો માસ્ક પહેરે, સોશ્યલ ડિસ્ટન્સ જાળવે અને કામ વગર બહાર ન નીકળે તે જરૂરી છે. જો નીકળવું પડે તેમ હોય તો પણ કોરોનાની ગાઇડ લાઇનનું પાલન કરે તે હિતાવહ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો