તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોવિડ વેક્સિનેશન:સોરઠમાં કોરોનાનાં 20 કેસ, 11 હજારએ કોરોનાની રસી લીધી

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જૂનાગઢ જિલ્લામાં 8 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

સોરઠમાં કોરોનાનાં કેસ વધી રહ્યાં છે. જૂનાગઢ અને ગિર-સોમનાથ જિલ્લામાં શનિવારે કોરોનાનાં 20 કેસ સામે આવ્યાં હતાં. તેમજ જૂનાગઢ જિલ્લામાં 8 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતાં. બીજી તરફ સોરઠમાં 11 હજાર કરતા વધુ લોકોેને કોરોનાની રસી આપવામાં આવી હતી.

રાજ્યનાં અન્ય મહાનગરની સરખામણીએ જૂનાગઢ મહાનગર અને જિલ્લાની હાલ સ્થિતી સારી છે. લોકો માસ્ક પહેરી રાખે અને કોરોનાનાં નિયમનું પાલન કરે તો પણ કોરોનાથી બચી શકાશે. જૂનાગઢ અને ગિર-સોમનાથ જિલ્લામાં નવા કોરોનાનાં કેસ સામે આવી રહ્યાં છે, તો તંત્ર દ્વારા કોરોનાની રસી પણ આપવામાં આવી રહી છે. શનિવારે જૂનાગઢ જિલ્લામાં કોરોનાનાં 11 નવા કેસ સામે આવ્યાં હતાં અને 8 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતાં. તેમજ તંત્ર દ્વારા 1229 લોકોની આરોગ્ય તપાસી કરવામાં આવી હતી.

જૂનાગઢ મહાનગરમાં 2215 અને જિલ્લામાં 6083 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. ગિર-સોમનાથ જિલ્લામાં 9 કેસ કોરોનાનાં નોંધાયાં હતાં. અને 2964 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો