નવા રસ્તાઓને મંજૂરી:સોમનાથના ગ્રામ્ય પંથકમાં 21 કરોડના ખર્ચે રસ્તાઓના કામ મંજૂર કરી જોબ નંબર ફાળવાયા

ગીર સોમનાથએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંસદ, જી.પં. પ્રમુખ સહિત ભાજપના આગેવાનોની રજૂઆતને ધ્યાને લઇ કામો મંજૂર કરાયા
  • ટૂંક સમયમાં રસ્તાના કામો શરૂ થવાના સમાચારથી ગ્રામ્યજનોમાં રાહતની લાગણી પ્રસરી

ગીર સોમનાથ જિલ્લામાં ભાજપના સાંસદ સહિતના આગેવાનોની રજૂઆતને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વાએ રૂ.2101 લાખના ખર્ચે ગ્રામ્ય વિસ્તારના રસ્તાના કામોને મંજૂરી આપી છે. આ નિર્ણયને લઈ ટૂંક સમયમાં રસ્તાના કામો શરૂ થશે જેને પગલે ગ્રામીણ પ્રજામાં રાહતની લાગણી પ્રસરી ગઈ છે.

ગીર સોમનાથ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં રસ્તા નવા બનાવવાના કામોને લઈ સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ગીર સોમનાથ જલ્લા પંચાયતના પ્રમુખ રામીબેન બચુભાઈ વાજાએ કરેલ રજૂઆતને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા રૂ.2101 લાખના જુદા જુદા રસ્તાના કામોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ઇણાજથી ગોવિંદપરા રોડના 189 લાખ, લુંભાથી ભેટાળી 150 લાખ, ઉંબાથી ખેરાળી 110 લાખ, ચાડુંવાવાથી વાવડી 37 લાખ, નાવદ્રાથી કુકરાસ 230 લાખ, આદ્રી ગામના જાપાથી વિરમઆતાના મંદિર સુધી 50 લાખ, કુંભાથી ખંઢેરી 165 લાખ, પંડવાથી ગુણવંતપુર 99 લાખ, ગુણવતપુર થી ધ્રામણવા 95 લાખ, ઉમરાળાથી હસનાવદર 63 લાખ, વડોદરા(ડોડિયા) થી સિમાર 70 લાખ, ઈન્દ્રોઈથી ઈન્દ્રોઈ આંગણવાડી 65 લાખ, સોનારિયા થી નાવદ્રા રોડ 125 લાખ, ઇશ્વરીયાથી ઈન્દ્રોઈ 55 લાખ, ચાંડખતાલ થી ગોવિંદપરા 109 લાખ, ઉડિયા થી લાછડી 105 લાખ, ઉકડીયા થી આકાળા 85 લાખ, રામપરા થી ભેટાળી 144 લાખ, ભેટાળી થી લૂંભા 48 લાખ, આજોઠા થી મેઘપૂર 52 લાખના ખર્ચે બનશે.

ઉપરોક્ત મંજૂર કરાયેલા સોમનાથ પંથકના તમામ રસ્તાઓના જોબ નંબર સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા છે. જેથી ટૂંક સમયમાં રસ્તાઓના કામો શરૂ થઈ જવાથી ગ્રામીણ પ્રજાને સુવિધા મળવાની સાથે રાહત મળશે.

અન્ય સમાચારો પણ છે...