તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સફાઇ:સોમનાથમાં ત્રિવેણી સંગમ નદીમાંથી કાપ-કાદવ કાઢવાની કામગીરીનો પ્રારંભ કરાયો

વેરાવળએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કામગીરી પૂર્ણ થયા બાદ નદીમાં 17 હજાર ધનમીટર પાણીના સંગ્રહની ક્ષમતા વધી જશે
 • સોમનાથ ટ્રસ્ટ અને જળ સિંચાઈ વિભાગે કાપ કાઢવાની કામગીરી શરૂ કરી

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ સાનિધ્યમાં આવેલ પવિત્ર ત્રિવેણી સંગમ નદીને સ્વચ્છ અને જળ ક્ષમતા વધારવાનું અભિયાન પુરજોશ ચાલી રહેલ છે. નદીના બે જુદા-જુદા વિભાગોમાં આ કાર્ય ચાલી રહ્યું છે. જેમાં એક ભાગ સોમનાથ ટ્રસ્ટ અને બીજા ભાગમાં જીલ્લા વહીવટી તંત્ર અને જળસિંચાઇ વિભાગના સંયુક્ત ઉપક્રમે ચાલી રહેલ છે.

12 કર્મચારીઓ દિવસભર પવિત્ર ત્રિવેણી સંગમ કાંઠાની સફાઇ કરે છે આ અંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનજર વિજયસિંહ ચાવડાએ જણાવેલ કે, ટ્રસ્ટના સેનીટેશન વિભાગના 12 કર્મચારીઓ દિવસભર પવિત્ર ત્રિવેણી સંગમ કાંઠાની નજીકના પાણીના તળીયે જામી ગયેલો કાંપ, કાદવ, કચરો, કીચડ પાવડા ત્રિક્રમ અને શ્રમથી બહાર કાઢી નદીનું પાણી સ્વચ્છ કરી રહ્યાં છે. સેનીટેશન વિભાગના હિતેશ દામોદરા તથા દેવીદાસ ચૌહાણના સુપરવીઝન હેઠળ નદીમાંનો કચરો બહાર કાઢી સ્વચ્છ અને નિર્મળ કિનારો બનાવવા જહેમત લઇ રહ્યા છે. 17 હજાર ઘન મીટર જળ સંગ્રહ ક્ષમતા નદીમાં વધી જશે.

આવી જ રીત સુઝલામ - સુફલામ યોજના હેઠળ જીલ્લા વહીવટી તંત્ર અને સિંચાઇ વિભાગ દ્વારા પવિત્ર ત્રિવેણી સંગમના ઉત્તર તરફના ગીતામંદિર જતા નદીમાં ત્રણ જે.સી.બી મુકી નદીના તળમાં ઉંડાઇ સુધી જામેલો કાંપ કાઢવાનું તા.1 થી શરૂ કરી દેવાયું છે. જે તા.31 મે સુધી ચાલશે. આ માટે 17 ટ્રેક્ટરો કામે લગાડાયા છે. આ કાર્ય પૂર્ણ થયે નદીની ઉંડાઇ વધી જશે. જેથી 17 હજાર ઘન મીટર જળ સંગ્રહ ક્ષમતા નદીમાં વધી જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો