તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • In Somnath District, The Health Department Became Vigilant As The Transmission Of Corona Increased, Screening Was Started At Public Places And Entry Points Of The District.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:ગીર સોમનાથ જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું, જિલ્લાના જાહેર સ્થળો અને એન્ટ્રી પોઈન્ટ પર સ્ક્રિનીંગ શરૂ કરાયું

વેરાવળ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લાના પ્રભારી સચિવે અધિકારીઓ સાથે બેઠક યોજી સમીક્ષા કરી

રાજયમાં કોરોનાની બીજી લહેર શરૂ થઇ હોય તેમ કોરોનાના કેસો રોકટગતિએ વઘી રહયા છે. ત્‍યારે રાજય સરકારએ સર્તકતાના ભાગરૂપે આઇએએસ કક્ષાના અઘિકારીઅોની જીલ્‍લા પ્રભારી સચિવ તરીકે નિમણૂંક કરી છે. સચિવએ જીલ્‍લામાં કોરોનાના પરિસ્‍થ‍િતિ અંગે જાણકારી મેળવી સંક્રમણને અટકાવવા અને કાબુમાં રાખવા થઇ રહેલ કામગીરીનું નિરીક્ષણ સાથે જરૂરી માર્ગદર્શન પુરુ પાડવા સુચના આપી છે.

જેના પગલે ગીર સોમનાથ જીલ્‍લાની જવાબદારી સોપાયેલ પ્રભારી સચિવ દિનેશ પટેલએ આજરોજ ગીર સોમનાથ જિલ્લા વહીવટી અને આરોગ્‍ય વિભાગના અઘિકારીઅો સાથે જીલ્‍લા સેવા સદન ખાતે બેઠક યોજી હતી. બેઠકમાં પ્રભારી સચિવએ અઘિકારીઅો પાસેથી જીલ્‍લામાં કોરોના કેસની પરિસ્‍થ‍િતિએ અંગે તથા કોરોના સંક્રમણને અટકાવવા લેવાયેલા પગલાઓ અને સુપરવિઝન કામગીરીની માહિતી મેળવી સમીક્ષા કરી હતી. ત્‍યારબાદ કોરોનાને કાબુમાં રાખવા તંત્રએ અસરકારક કામગીરી કરવા અંગે અઘિકારીઓને જરૂરી માર્ગદર્શન આપેલ હતુ.

બેઠકમાં પ્રભારી સચિવ પટેલએ જણાવેલ કે, સમગ્ર દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે સૌ કોઇ નાગરીકોએ સર્તક થઈ મહામારીને અટકાવવા પ્રયાસો હાથ ધરવાના છે. ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસનું પ્રમાણ ન વધે તે માટે નોંઘપાત્ર રીતે કોરોના ટેસ્ટીંગ વઘારવા અને વધુમાં વઘુ લોકોને વેકસીનના ડોઝ આપવા માટે અસરકારક કામગીરી કરવા આરોગ્ય વિભાગને સુચના આપી હતી. કોરોના મહામારીથી બચવા જીલ્‍લાના તમામ લોકો સરકાર જાહેર કરે તે તમામ ગાઈડલાઈન અને સુચનાઓનું અચુક પાલન કરે તેવી અપીલ કરી હતી.

બેઠકમાં જિલ્લા કલેકટર અજયપ્રકાશે જણાવેલ કે, ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોવાથી તેને અટકાવવા માટે વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સર્તક બની કામગીરી કરી રહયુ છે. જિલ્લા દરરોજ 400 થી 600 લોકોનું કોરોનાનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. જીલ્‍લામાં બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન અને બહારગામથી આવતા એન્ટ્રી પોઈન્ટ પર આરોગ્ય વિભાગ દ્રારા સ્કેનીંગ શરૂ કરી દેવામાં આવેલ છે. જયારે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયાએ જણાવેલ કે, જિલ્લામાં વેકસીનેશનની કામગીરી ઝડપી કરવામાં આવી રહી છે. જિલ્લામાં અત્‍યારસુઘીમાં કુલ 1,49,100 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 2,804 લોકો કોરોના પોઝીટીવ આવ્‍યા છે. હાલ વેરાવળમાં 2, કોડીનારમાં 2, સુત્રાપાડામાં 3, અન્ય જિલ્લાના 5 તથા વેરાવળ અર્બનના - 18 મળી જિલ્લામાં કુલ 34 કોરોના પોઝીટીવ એકટીવ કેસ છે. લોકોના આરોગ્યની તપાસ કરવા માટે જિલ્લામાં કુલ 34 ધનવંતરી રથ કાર્યરત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો