તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણીની મોસમ:વેરાવળ પાલિકાની ચૂંટણી લડવા થનગનતા ઉમેદવારોથી પાલિકાને છ દિવસમાં સાડા સાત લાખની આવક થઇ

વેરાવળ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કરવેરાની તમામ રકમ ભરપાઇ કર્યાની 313 એન.ઓ.સી. પાલિકાએ ઇસ્‍યુ કર્યા
 • કરવેરાની બાકી કરોડોની રકમ વધારવા ઝુંબેશ ચલાવતા તંત્રને ચૂંટણી મોસમમાં બેઠા બેઠા લાખોની આવક થઇ

વેરાવળ પાટણ ચૂંટણી જંગમાં ઝંપલાવવા થનગનતા લોકોએ છ દિવસમાં પાલિકાની જોળીમાં અંદાજે સાડા સાત લાખ જેવી રકમ ઠાલવી દેતા તંત્ર રાજીનું રેડ થઇ ગયુ હોવાનું જાણવા મળ્યું છે. આવી ચૂંટણી મોસમ વારંવાર આવે તેવી લાગણી પણ પાલિકા કર્મીઓ વ્‍યક્ત કરી રહ્યા છે.

વેરાવળ પાલિકા તંત્રને પાંચ દિવસમાં થયેલ નોંધપાત્ર આવકની પાછળનું કારણ પાલિકાની ચૂંટણી છે. કારણ કે, વેરાવળ પાટણ પાલિકાની 44 બેઠકોની ચૂંટણી લડવા ઇચ્‍છતા લોકો ઉમેદવારી ફોર્મ તા.8 થી 13 ફેબ્રુઆરી સુધીમાં ભરવાનું હતુ. પાલિકાની ચૂંટણી લડવા ઇચ્‍છા ઘરાવતા લોકોએ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા હાઉસટેક્ષ, પાણી વેરો, લાઇટ વેરો, વ્‍યવસાય વેરો, ગુમાસ્‍તા વેરા સહિતના તમામ પ્રકારના પાલિકાના વેરા ભરેલા હોવા જોઇએ અને આ પૈકીના કોઇ વેરા બાકી હોય તો તે ભર્યા પછી એનઓસી મેળવી ફોર્મ ભરી શકવાનો નિયમ છે. આ નિયમના કારણે પાલિકાની ચૂંટણીમાં લોક સેવા માટે ઝંપલાવા માંગતા લોકોએ પાલિકાની જોળી છલકાવી દીધી છે.

જે અંગે પાલિકામાંથી પ્રાપ્‍ત વિગતો મુજબ તા.8 થી 13 ફેબ્રુઆરી છ દિવસમાં તમામ પ્રકારના વેરા ભરપાઇ કરેલ હોવાની 313 લોકોને એન.ઓ.સી. આપવામાં આવી છે. જેના થકી પાલિકાને અંદાજે સાડા સાત લાખ જેવી રકમની આવક થઇ છે. આ ઉપરાંત 303 લોકોના ઘરે શૌચાલયો હોવાની પણ એન.ઓ.સી. આપવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે, પાલિકા કરવેરાની કરોડોની બાકી વસુલાત માટે ઢોલ-નગારા વગાડવાથી લઇ નોટીસો ઇસ્‍યુ કરવી, જપ્‍તી કરવા સહિતની ઝુંબેશ ચલાવે છે તેમ છતાં પણ કરવેરા ભરવા બાબતે લોકો બેદરકાર દાખવતા જોવા મળે છે. આવા સમયે પાલિકાની ચૂંટણીનું બ્‍યુગુલ ફુંકાતા ઉમેદવારી કરતા થનગનતા લોકો સામેથી આવી કરવેરાની બાકી રકમ ભરી જતા જોવા મળે છે. જેથી વારંવાર ચૂંટણી મોસમ આવતી રહે તો પાલિકાને કરવેરાની ખાસ રકમની બેઠા બેઠા આવક થાય તેવી ચર્ચાઓ પાલિકા વર્તુળમાં થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો