તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહાદેવ સમક્ષ રજૂઆત:ઈન સર્વિસ તબીબોએ પડતર માગણીઓને લઈ સોમનાથ મહાદેવને સંબોધીને પત્ર લખી રજૂઆત કરી

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મુખ્યમંત્રી સહિતના તંત્રવાહકો સુધી માગણી પહોંચે તે માટે મહાદેવને પ્રાર્થના કરી

ઇન સર્વિસ તબીબોએ પોતાની ન્યાયીક માગણીઓ બાબતે સોમનાથ મહાદેવને પત્ર લખી તંત્રવાહકોના હ્રદય સુઘી તબીબોની લાગણી, માંગણી, વ્યથાઓ પહોચાડવા વિનંતી સાથે પ્રાર્થના કરી છે. આવતીકાલે શુક્રવારે મુખ્‍યમંત્રી સોમનાથ આવી રહયા છે ત્‍યારે તબીબોની વ્‍યથા અને માંગણી તેમના હદય સુઘી પહોચાડવા વિનંતી સાથે પ્રાર્થના કરી છે.

રાજયમાં ઇન સર્વિસ તબીબોએ સોમનાથ મહાદેવને લખેલ પત્રમાં જણાવેલ કે, મહે. દેવાધીદેવ મહાદેવ તમારા ચરણોમાં સમગ્ર ઇન સર્વિસ તબીબ એસોશિએશનના સાદર પ્રણામ તથા વંદન, મહાદેવ આપ તો ત્રિકાળ જ્ઞાની છો. દિન:દુખિયાઓના તત્કાલ ઉધ્ધારક છો. અમો ઇન સર્વિસ તબીબો ઘણા લાંબા સમય થયા દુખી છીએ, હેરાન પરેશાન છીએ, અમારી વ્યાજબી માંગણીઓની રજુઆત સરકાર સમક્ષ વર્ષોથી કરી રહયા છે દયા ભરી, આજીજી કરતા આવ્યા છીએ.

આ આજીજીમાં અમોને હમેશા ખોટા પ્રલોભનો મળેલા છે. અને કોઇ પરીણામો આપવામાં આવેલ નથી. તો હવે અમારી પાસે આપના ચરણોમાં આવ્યા સિવાય કોઇ વિકલ્પ રહયો નથી. જેથી આપના આશીર્વાદ લઇને અમો તબીબો પણ તા.25/6/2021ના રોજ હડતાલ પર જવાનું ભારે હદયે નક્કી કરેલ છે. અમોને અમારી આ ન્યાયીક લડતમાં શકિત આપવા કૃપા કરશોજી.

આવતીકાલે તા.25/6/21 ના રોજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આપના (સોમનાથ મહાદેવ) ચરણોમાં શિશ નમાવવા પધારવાના છે ત્‍યારે આપશ્રી દેવાધીદેવ મહાદેવ અમારી લાગણી, માંગણી, વ્યથાઓ તેઓના હૃદય માનસમાં પહોંચાડવા વંદન સહ વિનંતી હોવાનું અંતમાં જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...