તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:ઇન - સર્વિસ તબીબોએ પડતર પ્રશ્ને આંદોલનની ચિમકી ઉચ્ચારી

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તબક્કાવાર આંદોલન, 31 મેથી અચોક્કસ મુદ્દતની રજા પર

ઇન સર્વિસ તબીબોના અનેક પડતર પ્રશ્નો છે. આ પ્રશ્નોના ઉકેલ માટે ગુજરાત ઇન સર્વિસ ડોકટર એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદન અપાયું છે. આવેદનમાં જણાવાયું છે કે, ઇન તબીબોના વિવિધ 12 જેટલા પડતર પ્રશ્નો છે. આ પ્રશ્નોના ઉકેલ માટે અગાઉ અનેક રજૂઆતો કરાઇ છે તેમ છત્તાં ધ્યાને લેવાતું નથી.

હાલ કોરોનાની મહામારીમાં પણ છેલ્લા દોઢ વર્ષથી ઇન સર્વિસ તબીબો સીધા દર્દીના સંપર્કમાં રહી ફરજ બજાવે છે. ત્યારે જો અમારી માંગ નહિ સ્વિકારાય તો તબક્કાવાર આંદોલન કરાશે. ખાસ કરીને 15 મેના કાળીપટ્ટી બાંધી વિરોધ કરી આવેદન અપાશે. 17 થી 22 પેન ડાઉન હડતાળ, 24 મેના સામુહિક પરચુરણ રજા પર ઉતરી જશે અને 31 મેથી અચોક્કસ મુદ્દતની રજા પર ઉતરી જશે.

અન્ય સમાચારો પણ છે...