દુર્ઘટના:રોણકી ગામે પગ લપસતા યુવાન કુવામાં પડ્યો, મોત

જૂનાગઢ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કપાસ ઉતારતી વેળાએ ગરમી થતા ન્હાવા માટે ગયો'તો

માણાવદર તાલુકાના રોણકી ગામની સીમમાં મધ્યપ્રદેશનો એક યુવાન કપાસ ઉતારી રહ્યોં હતો ત્યારે તેમને ગરમી થતા તે કુવાની પાસે આવેલી કુંડીમાં ન્હાવા માટે ગયો હતો જો કે અકસ્માતે પગ લપસી જતા યુવાન કૂવામાં પડ્યો હતો અને ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.આ બનાવને લઈ મધ્યપ્રદેશ સ્થિત પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઈ હતી અને પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

મધ્યપ્રદેશના બડવા જિલ્લાના પંચ ગાવના અને હાલ માણાવદર પંથકના રોણકી ગામે રહેતાં દિપકભાઈ કાહરીયાભાઈ જામેરે પોલીસમાં જણાવ્યાં અનુસાર કૈલાશભાઈ કાહરીયાભાઈ જામેર ઉ.વ 34 રહે.હાલ રોણકી વાળા કપાસ ઉતારી રહ્યોં હતો એ સમયે ગરમી થતા કૈલાશ કુવાની પાસે આવેલ પાછળની કુડીએ ન્હાવા માટે ગયો હતો એ સમયે અકસ્માતે પગ લપસી ગયો હતો અને કૂવામાં પડી જતા પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.આ બનાવને લઈ પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.તેમજ આ બનાવને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...