ક્રાઇમ:રાજીવનગરમાં ચાર શખ્સોએ યુવતીની છેડતી કરી મારમાર્યો

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હથિયારો લઇને ધસી આવેલા શખ્સોએ ડેલામાં પથ્થરો મારી નુકસાની કરી

જૂનાગઢ શહેરના રાજીવનગરમાં રહેતા આધેડની દિકરીની સગાઇ પ્રદિસ ખાડીયામાં રહેતા સુનિલ પ્રવિણ સોલંકી સાથે થઇ હતી. પરંતુ સુનિલ વિરૂધ્ધ બળાત્કારની પોલીસ ફરિયાદ નોંધાતા આધેડની બહેન વિજ્યાબેનની દિકરી કિરણે ગેગરેપ લખી સુનિલનું નામ લખતા આધેડની દિકરીએ ફોન કરી સ્ટેટસ્ટ હટાવી લેવા કહ્યું હતું અને બાદમાં ફોન પર બોલાચાલી થયા બાદ કિશન ઉર્ફે કાનો દલપત મકવાણા, વિશાલ શીંગલ, જયેશ રવજી વાણવી અને મીલન સહિતના ચારેય શખ્સો લોખંડનો પાઇપ અને પથ્થર લઇ આધેડના ઘરે ધસી આવ્યા અને ડેલામાં પથ્થરો મારી 2000 રૂપિયાની નુકસાની કરી યુવતીનું ટી શર્ટ ઉતારવાની કોશીશ કરી છેડતી કરી આધેડના દિકરાને પણ મારમારી ગંભીર ઇજા પહોંચાડતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે આધેડે ચારેય શખ્સો વિરૂધ્ધ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આગળની તપાસ એએસઆઇ ભરત પરમાર ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...