આપઘાત:વિસાવદરના પિયાવા ગીર ગામમાં ભગાડી જવાની તથા પતિનાં ખૂનની ધમકીથી ત્રસ્ત પરિણીતાએ જીવન ટુંકાવ્યું

જૂનાગઢ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પતિએ ગામના જ એક શખ્સ સામે પત્નીને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી

જૂનાગઢના વિસાવદર તાલુકાના પિયાવા ગીર ગામમાં એક શખ્સ મહિલાને હેરાન કરી ભગાડી જવા તેમજ તેણીના પતિને મારી નાખવાની ધમકી આપતો હતો. તેથી ત્રાસી ગયેલી પરિણીતાએ કંટાળી જઈ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ અંગે પરિણીતાના પતિએ મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પતિને મારી નાખવાની ધમકી આપતો

વિસાવદર તાલુકાના પિયાવા ગીર ગામમાં રહેતા રવજીભાઈ નાગજીભાઈ વરાણીયાના પત્નીને ગામનો શશીકાંત ઉર્ફે અશોક વિઠ્ઠલ દેગામા અવાર નવાર હેરાન પરેશાન કરતો હતો. તેમજ તેણીને ભગાડી જવાની ધાક-ધમકી આપતો હતો. આ ઉપરાંત તેણીના પતિને મારી નાખવાની ધમકી પણ આપતો હતો.

પત્નીને ત્રાસ આપી મરવા મજબુર કરી

આ શખ્સના ત્રાસથી કંટાળી જઈ રવજીભાઇની પત્નીએ બે દિવસ પહેલા તા.26ના પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેણીને જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર દરમ્યાન મોત થયું હતું. આ અંગે રવજીભાઈ વરાણીયાએ શશીકાંત ઉર્ફે અશોક વિઠ્ઠલ દેગામા સામે પોતાની પત્નીને હેરાન કરી ત્રાસ આપી અને ધમકી આપી મરવા મજબુર કર્યાની ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...