જુગારધામ ઝડપાયું:વેરાવળના નવાપરા ગામમાં જુગાર ગરમી રહેલા 9 જુગારી 1 લાખની રોકડ સાથે ઝડપાયા

વેરાવળ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
એલસીબીએ પકડેલ જુગારીઓ - Divya Bhaskar
એલસીબીએ પકડેલ જુગારીઓ
  • જિલ્લામાં દારૂ-જુગારના દૂષણને ડામી દેવાની પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી અવિરત ચાલુ

વેરાવળ તાલુકાના નવાપરા ગામે વાડીના મકાનમાં ચાલતા જુગારધામ પર બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડીને રોકડા રૂ.1 લાખ તથા નવ મોબાઇલ ફોન અને ત્રણ મોટર સાયકલ મળી કુલ રૂ.1 લાખ 80 હજારના મુદામાલ સાથે નવ જુગારીઓને જુગાર રમતા ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

ગીર સોમનાથ જિલ્લામાં દારૂ-જુગારની બદીને ડામી દેવા પોલીસ તંત્ર દ્વારા ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત દરરોજ જુદા જુદા સ્થળોએ દરોડા પાડી જુગારીઓ અને અસામાજીક તત્વોને લાખોના મુદામાલ સાથે ઝડપવાની કામગીરી અવિરત ચાલુ છે. જે અંતર્ગત મળેલ બાતમીના આધારે ગીર સોમનાથ જીલ્લા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ વી.યુ.સોલંકી, અજીતસિંહ, નરેન્દ્ર પટાટ સહીતના સ્ટાફે વેરાવળ તાલુકાના નવાપરા ગામે પ્રાથમીક શાળાની બાજુમાં રહેતા દિનેશ મોહનભાઇ પરમાર તેની વાડીના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડી અંગત ફાયદા સારૂ જુગારધામ ચલાવી રહેલ હોવાનું દરોડો પાડતા સામે આવ્યુ હતુ.

પોલીસે સ્થળ પરથી દરોડોમાં જુગાર રમતા (1) અહમદ અલીભાઇ ઇસાકાણી (2) કાસમ નુરાભાઇ કેશુર (3) રામસી રાજશીભાઇ રામ (4) વિમલ કેશવભાઇ મીઠાણી (5) મુસ્તાક અહમદભાઇ બાનવા (6) ડાયા પુંજાભાઇ ચાવડા (7) ભરત નાનજીભાઇ કમાણી (8) આમદ નુરભાઇ કબીરાણી (9) દિનેશ મોહનભાઇ પરમાર ને રોકડા રૂ.1,02,519 તથા 9 મોબાઇલ ફોન કીં.રૂા.32,500 અને 3 મોટર સાયકલ કીં.રૂ.45,000 મળી કુલ રૂ.1.80 લાખ ના મુદામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...