મારી નાખવાની ધમકી:નાજાપુરમાં જમીન નામે કરવા માટે ના પાડતાં વૃદ્ધને માર માર્યો, 4 સામે ફરિયાદ

જુનાગઢ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેંદરડા પંથકના નાજાપુર ગામે જમીન નામે કરાવવાની કોઈ વાત મુદ્દે બોલાચાલી થઈ હતી. બાદમાં માર મારી જાનથી મારી નાંખવાની ધમકી મળતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે ફરિયાદનાં આધારે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ, મેંદરડાના નાજાપુર ગામે રહેતાં મેંણદભાઈ પૂંજાભાઈ ચાવડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આશિષ ખાણીયા રહે. નાની ખોડિયાર, અજાણ્યા ત્રણ શખ્સ મેંણદભાઈના ઘરે આવ્યા હતા અને જમીન આ આરોપીઓના નામે કરવાનું કહ્યું હતું.

જેથી આ મેંણદભાઈ એ ના પાડી હતી. જેથી આ ચારેય શખ્સ ઉશ્કેરાય ગયા હતા અને મેંણદભાઈ અન્ય સભ્યોને ઢીકા પાટુ નો માર મારી ગાળો ભાંડી હતી. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. જેથી 4 શખ્સ વિરૂદ્ધ મેંદરડા પોલીસમાં ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...