આદેશ:મનપામાં કમિશ્નરના બદલે શાખા અધિકારીએ વહિવટી હુકમ આપ્યો!!

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મામકા પાંડવાની રીતે ભરતી કરાયેલા 14 રોજમદાર કર્મીનો મામલો

જૂનાગઢ મહાનગરપાલિકામાં ભરતી કરાયેલા 12 રોજમદાર કર્મીના ખર્ચને એક શાખા અધિકારીએ વહિવટી મંજૂરી આપતા આ મામલે તપાસ કરી કાનુની કાર્યવાહી કરવા માંગ કરાઇ છે. આ અંગે વોર્ડ નંબર 4ના કોંગ્રેસી કોર્પોરેટર મંજુલાબેન પણસારાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, એક તો શાખા અધિકારીએ ગેરકાયદેસર રીતે નિમણુંક મેળવી છે. બાદમાં સસ્પેન્ડેડ તત્કાલિન કમિશ્નર વી.જે. રાજપુત પાસેથી પ્રમોશન મેળવી સેક્રેટરી બની બેઠા છે. આ સેક્રેટરી કે જે ગેજેટમાં પ્રસિદ્ધ પણ થયા નથી છત્તાં સ્થાયી સમિતીમાં થતા ઠરાવને વહિવટી મંજૂરી આપી પ્રજાના નાણાંનો બગાડ કરી રહ્યા છે.

આ અધિકારીએ અગાઉ મામકા પાંડવાની જેમ 12 રોજમદારની ભરતી કરી હતી. આ રોજમદાર કર્મીઓ પ્રજાના કામ માટે નહિ પરંતુ પદાધિકારીઓની સેવામાં લાગ્યા છે. સ્ટ્રીટ લાઇટ શાખા, વોટર વર્કસ શાખાના બદલે પદાધિકારીઓની ઓફિસમાં સ્ટાફની ભરતી કરાઇ છે. ત્યારે આ કર્મીના ખર્ચ માટે સ્થાયી સમિતીએ કરેલા તા.5 માર્ચ 2021ના ઠરાવ નંબર 388ને આ શાખા અધિકારીએ 8 માર્ચના સહિથી વહિવટી મંજૂરી આપી છે. મનપાના 19 વર્ષના ઇતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે કે જેમાં કમિશ્નર કે નાયબ કમિશ્નરના બદલે શાખા અધિકારી વહિવટી મંજૂરી આપી હોય.

અન્ય સમાચારો પણ છે...