કોંગેસના ગઢમાં ગાબડું:માંગરોળમાં અનું.સૂચિત જાતી સમાજના કોંગ્રેસના બે પૂર્વ પ્રમુખ સહિત આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા

જુનાગઢ25 દિવસ પહેલા

વિધાનસભાની ચૂંટણી શરૂ થતા ની સાથે જ પક્ષોમાં ભંગાણની તૈયારી શરૂ થઈ ગઈ છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતપોતાના ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. વચન વાયદા અને વાતો સાથે મતદારોના મન જીતવાની કોશિશ કરતા ઉમેદવારો પોતપોતાના કાર્યકર્તાઓ સાથે પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના માંગરોળ અનું.સૂચિત જાતી સમાજના આગેવાનો કોંગ્રેસ છોડી આમ આદમી પર્ટીમાં જોડાયા છેલ્લા પાંચ દાયકાથી કોંગ્રેસના કાર્યકર્તા અને પાલિકા સદસ્ય પતિ અને પુર્વ પ્રમુખ જાદવભાઈ ગોહેલ અને પૂર્વ પ્રમુખ ભારત પરમાર, પૂંજાભાઇ મેવાડા સહિત 100 જેટલા આગેવાનો કોંગ્રેસ છોડીને આમઆદમી પાર્ટીમાં જોડાયા છે.

પૂર્વ પ્રમુખે જણાવ્યુ હતુ કે, ઘણા વર્ષોથી કોંગ્રેસના કાર્યકર્તાઓ તરીકે ખૂબ કામ કર્યું પણ અમારી સમાજના કોઈ સમસ્યાઓ કે કામ ન થતા કોંગ્રેસ છોડી આમઆદમી પાર્ટીમાં જોડાયા છે. ત્યારે સામાન્ય માણસની પાર્ટી એટલે આમ આદમી પાર્ટી છે. જેમની ડો.બાબા સાહેબ ની વિચાર ધારા લઈ આવેલ ઉમેદવારને માંગરોળ દલિત સમાજના આગેવાનો દ્વારા આમઆદમી ના ઉમેદવાર પુયુષ પરમારનું પણ ફૂલહાર પેહરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...