• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • In Manavadar, Jawahar Chavda Entered The Field To Contest The Election On Three Issues, Said The Person Against Whom I Fought For Years Is Now With Me.

ચૂંટણીનો માહોલ જામ્યો:માણાવદરમાં જવાહર ચાવડા ત્રણ મુદ્દાને લઈને ચૂંટણી લડવા મેદાને ઉતર્યા, કહ્યું- વર્ષો સુધી જેની સામે ચૂંટણી લડ્યો હતો તે હવે મારી સાથે છે

જુનાગઢ9 દિવસ પહેલા

વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે જૂનાગઢ જિલ્લાની માણાવદર બેઠક પર ત્રિપાંખિયો જંગ જામ્યો છે. ભાજપના ઉમેદવાર અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા પોતાના મતવિસ્તાર માણાવદર, મેંદરડા અને વંથલી તાલુકાના 150 ગામોમાં લોક સંપર્ક કરી રહ્યા છે. માણાવદર બેઠકના ભાજપના ઉમેદવાર જવાહર ચાવડા ત્રણ મુદ્દાને લઈને ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે જવાહર ચાવડાનું કહેવું છે કે, આટલા વર્ષો સુધી જેની સામે ચૂંટણી લડ્યો હતો તે રતિભાઈ સુરેજા અને ટીનુભાઈ ફળદુ હવે મારી સાથે છે જેથી આ વખતેની ચૂંટણી તેમના માટે સહેલી છે.

દર વખતે હું નવો મુદ્દો બહાર લઈને આવું છુંઃ જવાહર ચાવડા
માણાવદરના ભાજપના ઉમેદવાર જવાહર ચાવડાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આટલા વર્ષોમાં જેની સામે ચૂંટણી લડ્યો હતો. તે રતિભાઈ સુરેજા અને ટીનુભાઈ ફળદુ હવે મારી સાથે છે તેના કારણે હવે કોઈ સામે નથી રહ્યું. આ વખતની ચૂંટણી મને ઘણી સહેલી લાગે છે. જોકે, મતની ભુખ ઘણી છે જેના કારણે વધુ મતથી જીતું તે માટે મહેનત કરૂ છું. દર વખતે હું નવો મુદ્દો બહાર લઈને આવું છું. તેમાં આ વખતે પણ નવો મુદ્દો લઈને આવ્યો છું. માણાવદર પંથકમાં નદીઓમાં પૂરની પરિસ્થિતિમાં ઘણું બધુ નુકસાન થાય છે. તે નુકસાન રોકવા માટે નદીઓને પહોંળી કરાવાની કોઈ યોજના બનાવવી, ગામડાઓને મુખ્યમાર્ગો સુધી જોડવાના, તેમજ અમારો કોઈ ખેડૂતને રાત્રે ખેતરમાં ન જાવું પડે અને દિવસે વીજળી મળે તે માટેની વ્યવસ્થા કરવી. આ ત્રણ મુદ્દાઓને લઈને હું ચૂંટણી લડી રહ્યો છું.
માત્ર 23 વર્ષની ઉંમરે રાજકીય કાર્યકિર્દી શરૂ કરી
માણાવદરના ઉમેદવાર જવાહર ચાવડાએ 1988થી માર્કેટિંગ યાર્ડના પ્રમુખ તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. તે સમયે તેમની ઉંમર માત્ર 23 વર્ષ હતી. ત્યારબાદ તેઓ 1990માં કોંગ્રેસની ટિકિટ પર ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા અને જનતાદળના પ્રમુખ જયરામ પટેલને મ્હાત આપી હતી. ત્યારબાદ 2007 અને 2012માં રતીભાઇ સુરેજા સામે 2 વાર ચૂંટણીમાં જીત મેળવી હતી. અને પછી વર્ષ 2017માં નીતિનકુમાર (ટીનું) ફળદુ વિરુદ્ધ જીત મેળવી હતી.
જવાહર ચાવડા કેબિનેટ મંત્રી પણ બન્યા હતા
આટલા વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ વર્ષ 2019માં તેમણે પક્ષ પલટો કર્યો અને ભાજપમાં જોડાતા ગુજરાતના રાજકારણમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઇ હતી. જે બાદ પેટા ચૂંટણી યોજાતા અરવિંદ લાડાણીને 10 હજાર મતથી હરાવ્યાં હતા. ત્યારબાદ જવાહર ચાવડા કેબિનેટ મંત્રી પણ બન્યા હતા. 2019ની પેટાચૂંટણીમાં ભાજપમાંથી ચૂંટણી લડ્યા બાદ તેમણે 78,491 મતે ફરી પોતાની સત્તા પરત મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...