માણાવદરમાં કોઈ કારણોસર ચાર શખ્સોએ લોખંડના પાઈપ અને લાકડીથી 2 વ્યકિત પર હુમલો કર્યો હતો. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ માણાવદરની કામદાર સોસાયટીમાં રહેતા ગોપાલભાઈ ભીખુભાઈ રાઠોડે નોંધાવેલી ફરિયાદ મુજબ અરજયભાઈ મગનભાઈ ચૌહાણે કોઈ કારણસર લોખંડના પાઈપથી હુમલો કરી માથામાં એક ઘા માર્યો હતો.
સાગરભાઈ હરસુખભાઈ ચૌહાણ, મનોજ દિલીપભાઈ ચૌહાણ, વીજય રતીલાલ ચૌહાણે લાકડી વડે ગોપાલને વાસાના ભાગે આડેધડ મારી માર્યો હતો. તેમજ ગાળો ભાંડી સાહેદ ગોવિંદભાઈ ભનુભાઈ પરમારને નાકના ભાગે લોખંડના પાઈપનો એક ઘા મારી દીધો હતો. તેમજ ગોપાલને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.