ભૂંડનો ત્રાસ:માંગરોળના મકતુપુર ગામે જંગલી ભૂંડના ત્રાસથી ખેડૂતના નારિયેળના રોપાઓને ભારે નુકશાન

જુનાગઢએક મહિનો પહેલા

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના મકતુપુર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જંગલી ભૂંડનો ત્રાસ જોવા મળી રહ્યો છે વારંવાર જંગલી ભૂંડ દ્વારા ખેતરોમાં ના મોલાતને નુકસાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગત રાત્રિય સમય દરમિયાન મકતુપુર સીમમાં વિસ્તારોમાં એક ખેડૂત દ્વારા તૈયાર કરવામાં આવેલા નારિયેળ ના રોપાવને જંગલી ભૂંડ દ્વારા નુકસાન કરવામાં આવ્યા ની ઘટના સામે આ વિશે ત્યારે જંગલી ભૂંડ દ્વારા ખેડૂત ના ખેતરમાં વાવેતર કારેલ 70 હજારથી વધુ રૂપિયાનું ખેડૂત નુકસાન થયુ છે.

વન વિભાગ દ્વારા આ જંગલી ભૂંડ ના ત્રાસમાં થી છુટકારો મેળવવા માટે કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક ખેડૂતો દ્વારા માંગ ઉઠી છે. માંગરોળ રેંજો આરોપોએ જણાવ્યું હતું કે, ખેડૂતો દ્વારા ભૂંડના ત્રાસની હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી અને જો મળશે તો યોગ્ય નિરાકરણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...