હિંસક હુમલાની દહેશત:તાલાલા પંથકના માધુપુર ગીરમાં સાવજો અને દીપડાના આંટાફેરાથી ખેતમજૂરોમાં ફફડાટ ફેલાયો

તાલાલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગીર પંથકમાં એક હજારથી વધુ પરપ્રાંતીયો ભયના ઓથાર હેઠલ શેરડીની કાપણી કરી રહ્યા છે

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના માધુપુર ગીર ગામની સીમ તથા આસપાસના વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં હિંસક દીપડાઓની અવર-જવરથી શ્રમજીવી મજૂરોમાં ફફડાટ ફેલાયો છે. હાલ તાલાલા પંથકમાં શેરડી કટાઈ માટે આવેલા પરપ્રાંતિય શ્રમજીવીઓના રક્ષણ માટે હિંસક દીપડાઓને પકડવા ગ્રામજનો પ્રબળ માંગ કરી રહ્યા છે. હાલ તાલાલા તથા ગીર આસપાસના પંથકમાં ઠેર ઠેર દેશી ગોળ બનાવવાના રાબડા ચાલી રહ્યા છે. આ રાબડાઓમાં એક હજારથી વધુ પરપ્રાંતિય શ્રમજીવી મજૂરો ખૂલ્લા ખેતરોમાં શેરડી કટાઇની કામગીરી કરતા હોય જેઓ સતત ભય હેઠળ કામ કરી રહ્યા છે.

તાલાલા પંથકના માધુપુર ગીર, જાંબુર ગીર ગામની સીમમાં વિસ્તારમાં હિંસક દીપડાની અવર- જવરથી શેરડી કટાઇ કામગીરી કરતા પરપ્રાંતિય શ્રમજીવીઓ ઉપર ઉભું થયેલ જોખમ દૂર કરવા તુરંત હિંસક દીપડાઓની અવર- જવર વિસ્તારમાં દીપડા પકડવા પાંજરા ગોઠવી પેટ્રોલીંગ કરવા માધુપુર ગીર ગામના સામાજીક અગ્રણી વિજયભાઇ હિરપરાએ વન વિભાગ સમક્ષ માંગણી કરી છે.

તાલાલા પંથકના વિવિધ ગામોમાં 80 થી 100 જેટલા દેશી ગોળ બનાવવાના રાબડા ચાલે છે. ગોળના રાબડા માટે ખેડૂતોના ખેતરમાંથી શેરડી કાપી લાવવાની કઠીન કામગીરી દિવસ રાત પરપ્રાંતિય શ્રમજીવી મજૂરો કરે છે. ઉપર આકાશ નીચે ધરતી વચ્ચે ખેતરોમાં ખુલ્લામાં રહેતા ગરીબ શ્રમજીવી મજૂરો અને તેમના પરિવારોને હિંસક જંગલી પ્રાણીથી સુરક્ષીત કરવા પેટ્રોલીંગ સહિત ઠોંસ કાર્યવાહી કરવા માધુપુર ગીર વિસ્તારના સામાજીક યુવા અગ્રણી વિજયભાઇ હિરપરાએ વન વિભાગ સમક્ષ માંગણી કરેલ છે. જેને લઈ વન વિભાગ દ્વારા માધુપુર ગીર આસપાસના વિસ્તારમાં જંગલી જાનવરોની અવર જવર વાળા વિસ્તારમાં આગમચેતીરૂપે દીપડાઓને પકડવા જુદા જુદા સ્થળોએ પાંજરા ગોઠવવાનું શરૂ કર્યુ છે.

અન્ય સમાચારો પણ છે...