હુમલો:માંગરોળમાં પત્નીને તેડવા ગયેલા પતિ પર સાસરિયાઓએ હુમલો કરી મારી નાંખવાની ધમકી આપી

જૂનાગઢ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પત્નીને સાથે લઈ જવા સમજાવી રહ્યો હતો ત્યારે સાસરિયાઓને બોલાવતા માર માર્યો

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં રહેતો યુવાન જામનગર ધંધો કરવા ગયા બાદ ત્યાં ભાડે મકાન રાખ્યું હતું. બાદમાં પત્નીને તેડવા માંગરોળ આવતા તેના સાળા અને સાસુ સહિતનાઓએ યુવાન પર હુમલો કરી હવે પછી જામનગર જવાની વાત કરીશ તો મારી નાખીશું તેવી ધમકી આપી હતી. આ અંગે યુવાનએ સાસરીયાઓ સામે ફરીયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માંગરોળ શાપુર રોડ પર રહેતો ઈમરાન ઈસુબભાઈ મન્સૂરી (ઉ.વ.23) નામનો યુવાન એકાદ માસ પહેલા જામનગર મચ્છીનો ધંધો કરવા ગયો હતો. ત્યાં તેણે મકાન ભાડે રાખી લીધા બાદ પત્નીને સાથે લઈ જવાનું નક્કી કર્યું હતું. જેથી તે પત્નીને તેડવા માંગરોળ આવેલ પરંતુ તેની પત્નીને જામનગર પતિ સાથે જવું ન હતું. આ બાબતે ઇમરાનને પત્ની સાથે સામાન્ય મનદુઃખ થયું હતું. દરમ્યાન ગઈકાલે ઇમરાન પોતાની પત્ની રૂકસાનાને જામનગર જવા બાબતે સમજાવી રહેલ પરંતુ તે માનતી ન હતી. આથી ઇમરાને સાસુમાં ને ફોન કરી બોલાવ્યા હતા. આથી સાસુ ફાતમાબેન અને સાળો ઈદ્રિશ અને ઇરફાન આવ્યા હતા. તેની બહેન રૂકસાનાને અહીં રાખવી છે તેમ કહી ઝઘડો કર્યો હતો અને ઇમરાનને મૂઢ મારમારરી ઘરનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. બાદમાં તેઓ જતા રહ્યા હતા.

થોડીવાર બાદ ઇમરાનના સાળા ઈરફાન હાસમ ભાટા, ઈંદ્રિશ ભાટા, સૂફીયાન ભાટા,મામાજી સસરા આમદભાઈ સહિતનાઓએ એકત્ર થઇ પાઇપ અને છુટા પથ્થર વડે માર માર્યો હતો અને હવે જામનગર જવાની વાત કરીશ તો મારી નાંખશુ એવી ધમકી આપી હતી. ઇમરાનને માથામાં ઇજા થતાં માંગરોળમાં પ્રાથમિક સારવાર લીધા બાદ વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડાયો હતો. આ અંગે ઇમરાન મન્સુરીએ સાસુ ફાતમાબેન, સાળા ઈંદ્રિશ, ઈરફાન, સુકીયાન ભાટા, આમદ અને યાસમીન સહિતના સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 323, 324, 506 (2), 143, 147, 149, 337, 135 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...