તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પુત્રીને ભગાડી ગયા બાદ પરત આવેલા જમાઇ પર સસરાનો હુમલો

જૂનાગઢ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બિલખાના ચોરવાડીનો બનાવ, જમાઇ સારવારમાં

જૂનાગઢ તાલુકાના બિલખાના ચોરવાડી ગામે પુત્રીને ભગાડી ગયા બાદ દિવાળી મનાવવા વતનના ગામ આવેલા જમાઇ પર સસરા સહિતના શખ્સોએ કુહાડીથી હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. ઘાયલ થયેલા જમાઇને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો.

બિલખાના ચોરવાડી ગામનો મૂળ વતની અને રાજકોટના વેરાવળ-શાપર રહેતો રસીકભાઇ કાળાભાઇ વઘેરા (ઉ. 30) નામનો યુવાન ગામનાજ કિરીટભાઇ ભીખાભાઇ સોંદરવાની પુત્રીને ભગાડી ગયો હતો. અને તેની સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા. તેનો કેસ હાલ કોર્ટમાં ચાલુ છે. તા. 13 નવે.ના રોજ બપોરે 2:30 વાગ્યે રસીકભાઇ પત્ની સાથે દિવાળી ઉજવવા ચોરવાડી આવ્યા હતા. આથી કિરીટભાઇએ રસીકભાઇ પર કુહાડીથી હુમલો કરી દેતાં તેમને સારવારમાં ખસેડાયા હતા. જ્યાં તેણે સસરા કિરીટભાઇ ઉપરાંત રોહીત કિરીટભાઇ, જીતુ ભીખાભાઇ, પ્રભાબેન કિરીટભાઇ અને રાજીબેન ભીખાભાઇ સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો