તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત થઇ:કોડીનારના ગોહિલ ખાણ પંથકમાં વારંવાર મારણ કરી ભય ફેલાવતો દિપડો આખરે પાંજરે પૂરાયો

કોડીનાર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પાંજરામાં કેદ દિપડાની તસ્‍વીર - Divya Bhaskar
પાંજરામાં કેદ દિપડાની તસ્‍વીર
 • ગામના વાડી વિસ્‍તારમાં પાંજરા ગોઠવી વન વિભાગે કવાયત હાથ ધરતા સફળતા મળી

ગીર સોમનાથ જીલ્‍લાના કોડીનાર તાલુકાના ગોહિલની ખાણ ગામે પશુઓનું મારણ કરી ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનું વાતાવરણ સર્જતા દિપડોને કેદ કરવામાં આવ્યો છે. ત્રણ દિવસથી મથતા વન વિભાગને આજે સફળતા મળી છે. જેમાં દિપડો પાંજરે પૂરાતા પંથકના લોકોમાં રાહતની લાગણી પ્રસરી હતી.

દિપડો પાંજરે પૂરાતા ગ્રામજનોમાં રાહતની લાગણી પ્રસરી

કોડીનાર તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં દિપડાઓનો ત્રાસ હોવાથી રાત્રીના સમયે અને વ્‍હેલી સવારના સમયે ખેડૂતો અને લોકો ગામમાંથી ખેતરે જવા સમયે અસુરક્ષાની લાગણી અનુભવતા હતા. આવું જ તાલુકાના ગોહિલની ખાણ ગામના વાડી વિસ્‍તારમાં બની રહ્યું હતુ. જેમાં છેલ્‍લા ઘણા દિવસોથી એક દિપડો વારંવાર ગોહિલ ખાણ ગામના વાડી વિસ્‍તાર સુઘી આવી નાના પશુઓનું મારણ કરતો હોવાથી ખેડૂતો અને ગ્રામજનોમાં ભયની લાગણી પ્રસરી હતી.

પાંજરામાં કેદ દિપડાની તસ્‍વીર
પાંજરામાં કેદ દિપડાની તસ્‍વીર

સવારે એક વાડીમાં મુકેલ પાંજરામાં દિપડો કેદ થઇ ગયો

જો કે, દિપડાની રંજાડ અંગે ગ્રામજનોએ વન વિભાગને ફરીયાદ કરી હતી. જેના પગલે વન વિભાગે દિપડાને કેદ કરવા કવાયત હાથ ઘરી ગામના વાડી વિસ્‍તારામાં જુદા જુદા સ્‍થળોએ મારણ સાથેના ચારેક પાંજરા મુકી વોચ ગોઠવી હતી. છેલ્‍લા ત્રણ દિવસથી વન વિભાગનો સ્‍ટાફ દિપડાને કેદ કરવા મથી રહ્યો હતો. જેમાં આજે સવારે એક વાડીમાં મુકેલ પાંજરામાં દિપડો કેદ થઇ ગયો હતો. જેના પગલે વનવિભાગ અને ગ્રામજનો-ખેડૂતોએ રાહતનો શ્વાસ લીઘો હતો.

ગ્રામજનોમાં એક પ્રકારે ભયનો માહોલ ઘર કરી રહ્યો છે

અત્રે નોંઘનીય છે કે, જીલ્‍લાના કોડીનાર-સુત્રાપાડા તાલુકાની બોર્ડરના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ત્રણેક માસ પૂર્વે પર ખુંખાર દિપડાએ હિંસક હુમલા કરી ગ્રામજનનું મૃત્‍યુ સાથે અનેકને ગંભીર ઇજાઓ પહોંચાડવાની ઘટના બની હતી. આ વિસ્‍તારમાં કાયમી દિપડાઓનો ત્રાસ રહેતો હોવાથી ગ્રામજનોમાં એક પ્રકારે ભયનો માહોલ ઘર કરી રહ્યો છે. ત્‍યારે આ બાબતે વનવિભાગે આયોજનપૂર્વક દિપડાઓનો ત્રાસ કાયમી દુર થાય તેવી કાર્યવાહી કરવા ગ્રામજનો માંગણી કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો