તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • In Kodinar Taluka Of Gir Somnath, A Lion Killed An Animal On The Side Of The Road And Enjoyed A Feast, People Were Making Videos At The Risk Of Their Lives.

વાઈરલ વીડિયો:ગીર સોમનાથના કોડીનાર તાલુકામાં સિંહણે રસ્તાની બાજુમાં પશુનું મારણ કરી મિજબાની માણી, લોકો જીવના જોખમે વીડિયો બનાવતા રહ્યા

કોડીનાર3 મહિનો પહેલા
  • લોકોની કનડગત વચ્ચે પણ સિંહણે મિજબાની માણી

ગીર વિસ્તારમાં શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તારો તરફ ધસી આવતા સિંહના બનાવો સામાન્ય બન્યા છે. સામાન્ય રીતે રાત્રિના સમયે ગ્રામ્ય વિસ્તાર તરફ આવતા હોય છે. પરંતુ, કોડીનારના આલીદર-હરમડીયા રોડ પર આજે ધોળા દિવસે ધસી આવેલી સિંહણે એક પશુનું મારણ કરી મિજબાની માણી હતી. તો બીજી તરફ રસ્તા પર પસાર થતા લોકો જીવના જોખમે સિંહણની ખૂબજ નજીક જઈ વીડિયો બનાવતા જોવા મળ્યા હતા.ગીર સોમનાથના કોડીનાર નજીકના આલીદર-હરમડીયા રોડ પર આજે ઘોળા દિવસે સિંહણે પશુનું મારણ કરી મીજબાની માણી હતી. આ ર્દશ્‍યો જોવા લોકોના ટોળા એકઠા થયા હતા. લોકોએ જોખમી રીતે ર્દશ્‍યો નિહાળવાનો લ્‍હાવો લેવાની સાથે મોબાઇલમાં કેદ કર્યા હતા. તો સિંહણે પણ બિંદાસ્‍ત અંદાજમાં આરામથી મિજબાની માણી હતી.

ગીર જંગલના રાજા એવા સિંહ-સિંહણ વારંવાર ખોરાકની શોઘમાં માનવ વસવાટ વાળા વિસ્‍તારોમાં પહોંચી જાય છે. ખાસ કરીને ઉનાળાના ઉકળાટમાં તો સિંહો ખુલ્‍લી જગ્‍યામાં રહેવા સાથે લટાર મારતા વઘારે જોવા મળે છે. તો સિંહો ખોરાક માટે માનવ વસવાટ વાળા વિસ્‍તારોમાં આવી ચઢી અબોલ પશુઓના મારણ કરી મિજબાની માણતા હોવાના અનેક વીડિયો જોવા મળે છે. મોટાભાગે આવા વીડિયો રાત્રિના સમયના જ હોય છે. ત્‍યારે આજે ખુલ્‍લા આકાશમાં ઘોળા દિવસે ગીર સોમનાથમાં રસ્‍તાની બાજુમાં બિંદાસ્‍ત અંદાજમાં સિંહણ મિજબાની માણતી હોવાનો વીડિયો વાઈરલ થયો છે.

વીડીયો અંગે પ્રાપ્‍ત માહિતી મુજબ આજે સવારના ભાગે જીલ્‍લાના કોડીનાર શહેર નજીકના આલીદર-હરમડીયા રોડની સાઇડમાં સિંહણએ એક પશુંનું મારણ કરી તે જ સ્‍થળે મિજબાની માણી રહેલ હતી. આ સમાચાર આસપાસના વિસ્‍તારમાં પ્રસરતા મિજબાની માણતી સિંહણને જોવા માટે લોકોના ટોળા સ્‍થળ નજીક રોડ પર પહોંચી ગયા હતા. આ સમયે રસ્તા પર પસાર થતા લોકોએ શિકાર કરી મિજબાની માણતી સિંહણ દ્રશ્યો જોવાનો આનંદ લેવાની સાથે આ ર્દશ્‍યો જોખમી રીતે મોબાઇલમાં કેદ કર્યા હતા. સ્‍થળ પર લોકોના ટોળા છતાં દિવસના અંજવાળામાં સિંહણએ બિન્દાસ્ત મિજબાની માણી હતી. બાદમાં જંગલ તરફ નિકળી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...