તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો નિર્ણય:કેશોદમાં 24 લાખની છેતરપિંડીના આરોપીના કોર્ટે જામીન ફગાવ્યા

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીની મુખ્ય ભૂમિકા હોવાની દલીલ કોર્ટે માન્ય રાખી

કેશોદના કારખાનેદારે મહારાષ્ટ્રના સોલાપુર મોકલવા માટે ટ્રકમાં રવાના કરેલો 24 લાખની મગફળીનો જથ્થો બારોબાર ઓળવી જવા બદલ ઝડપાયેલા આરોપીને જેલ હવાલે કરાયા બાદ તેણે જામીન અરજી કરી હતી. જેને એડી. સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. કેશોદની પેઢીએ મહારાષ્ટ્રના સોલાપુર મોકલવા રૂ. 24 લાખના સીંગદાણા ભરેલી ટ્રક રવાના કરી હતી.

જે સોલાપુર ન પહોંચતાં કારખાનેદારે ટ્રક ચાલક અને માલિક સામે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ગાંધીનગર જિલ્લાના માણસાના અયુબમિયાં અનવરમિંયાં બેલીમ (ઉ. 51) સહિતનાને ઝડપી લીધા હતા. અને તેઓને જ્યુડીશિયલ કસ્ટડીમાં જેલ હવાલે કરાયા હતા. અયુબમિયાંએ કેશોદની એડી. સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી.

જેમાં જિલ્લા સરકારી વકીલ એન. કે. પુરોહિતે એવી દલીલ કરી હતી કે, આરોપીએ ટ્રક અને ચોરેલી મગફળી વેચવાનો કારસો ઘડ્યો હતો. આથી તેને જામીન આપી શકાય નહીં. આથી કેશોદના એડી. સેશન્સ જજ એસ. ડી. દવેએ આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...