તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ:કેશોદ પંથકમાં મગના પાકમાં સુકારો, દવા પણ કામ નથી કરતી

માણેકવાડાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધરતીપુત્રોને બિયારણ, દવા-મજૂરીનો ખર્ચ પણ માથે પડ્યો, વળતરની માંગ

કેશોદ પંથકમાં ગત વર્ષે પડેલા ભારે વરસાદથી આ સિઝનામાં ખેડૂતોએ રવિપાકનું વાવેતર કર્યું હતું. ભારે વરસાદના પગલે ઉનાળાની સિઝનમાં પણ કુવા,બોરમાં પુષ્કળ પાણી હોવાથી ખેડૂતોએ ઉનાળું પાકમાં તલ,મગનું વાવેતર કર્યું હતું. જેમાં મસમોટો ખર્ચ કર્યા બાદ પણ મગનો પાક સુકાવા લાગ્યો છે.

જેને બચાવવા મોંઘીદાટ દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યોં છે. છતાં પણ આ રોગ પર કાબુ આવતો નથી. જેથી ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. અને આર્થિક ફટકો પડયો છે. સરકાર દ્રારા સર્વે કરી વહેલીતકે વળતર ચુકવવામાં આવે તે પણ જરૂરી છે.

ખેડૂતોના મતે રોગના કારણો ખેડૂતોએ પોતાના અનુભવના આધારે જણાવ્યું હતું. કે મગના પાકને મીઠું પાણી જોઈએ તેમજ અમુક વિસ્તારોમાં વહેલું વાવેતર કરવામાં આવ્યું હતું. તેમજ હાલના સમયમાં વાતાવરણની અનિયમીતતા જવાબદાર.
વિઘાદીઠ ખર્ચ બિયારણ 3 થી 4 કિલો જોઈએ જેમનો ખર્ચ આશરે રૂ.600 થવા જાય છે. જ્યારે વાવેતરમાં ઉપયોગમાં લેવામાં આવેલ ટ્રેકટરનો ખર્ચ રૂ.250, દવાનો રૂ.100 અને મજૂરી,પાણી મળી રૂ.1000ની આસપાસ થઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો