ફરિયાદ:કેનેડીપુરમાં બાઈક ઉપર ધસી આવી યુવાન પર પાઇપ ઝીંકયો

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મેંદરડા પંથકના કનેડીપુર ગામે યુવાનના બાઈક પાછળ બાઈક લઈ ઘસી આવેલા 2 શખ્સે પાઇપ વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ,મેંદરડા પંથકના કનેડીપુર ગામે રહેતાં શેલેષભાઈ મનસુખભાઈ મકવાણાએ નોંધાવેલી ફરિયાદ મુજબ,અલ્પેશ ભાભલુભાઈ લાલુ અને રાવત જીલુભાઈ લાલુ સાથે આગાઉ શેલેષભાઈને માથાકુટ થઈ હોય જે બાબતનું મનદુઃખ ચાલતું હતું અને શેલેષભાઈ બાઈક લઈને જતા હતા ત્યારે આ શખ્સોએ બાઈક પાછળ કરી લોખંડના પાઈપ વડે હુમલો કરી ગાળો ભાંડી હતી.

મારી નાંખવાની ધમકી પણ આપી હતી.જ્યારે અન્ય એક બનાવમાં માણાવદર માં રહેતાં ફરીદાબેન બોદુભાઈ રાજાએ નોંધાવેલી ફરિયાદ મુજબ,ફરીદાબેને આગાઉ યુસુફ ઝાલા પાસેથી 5 હજાર ઉછીના લીધા હતા.અને આ રૂપિયા લેવા યુસુફ ફરીદાબેનના ઘર પાસે આવેલ અને એક અજાણ્યો શખ્સ કાર લઈને આવ્યો હતો.

ત્યારે ફરીદાબેન અને તેમના પતિ બોદુભાઈ ત્યાં ગયા હતા.અને યુસુફે બોદુભાઈ પર લાકડી વડે હુમલાનો પ્રયાસ કર્યો હતો અને ફરીદાબેન વચ્ચે પડતાં બંન્ને ને લાકડી નો એક ઘા મારી દીધો હતો એ સમયે આસપાસ માંથી લોકો એકઠા થઇ જતા આ શખ્સો ત્યાંથી જતા રહ્યાં હતાં.પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...