તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગારી ઝડપાયા:વેરાવળના કાજલી ગામે વાડી વિસ્તારમાં જુગાર રમતા 8 લોકો 1 લાખની રોકડ સાથે ઝડપાયા

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વેરાવળ તાલુકાના કાજલી ગામે વાડી વિસ્તારમાં જાહેરમાં જુગારની મોજ માણતા આઠ જુગારીઓને રોકડા રૂા.1 લાખ તથા મોબાઇલ ફોન આઠ કીં.રૂા.12 હજાર મળી કુલ રૂા.1,14,420 ના મુદામાલ સાથે સોમનાથ મરીન પોલીસે ઝડપી લીધેલ છે.

આ અંગે સોમનાથ મરીન પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ એ.એસ.આઇ. લખધીરભાઇ પરમાર, જગદીશભાઇ મકવાણા, વિપુલભાઇ રાઠોડ, હે.કો. જીતેન્દ્રભાઇ ચુડાસમા, પ્રવિણભાઇ બામણીયા, ભગવાનભાઇ રાઠોડ સહીતના સ્ટાફે બાતમીના આધારે કાજલી ગામની સરકારી મંડળી નામે ઓળખાતી સીમમાં દરોડો પાડ્યો હતો.

બાબુભાઇ ઇબ્રાહીમ સુમરાની વાડીએ મકાનની પાસે જાહેરમાં જુગાર રમતા (૧) સાજીદ અલીભાઇ સુમરા રહે.કાજલી, (૨) જાવીદ અલીભાઇ સુમરા રહે.કાજલી (૩) દીલાવર સતારભાઇ ખોજાદા રહે.પ્રભાસ પાટણ (૪) ઇમ્તીયાજ ઉર્ફે મચ્છર કરીમ પંજા રહે.ગોવિંદપરા, (૫) આસીફ અલ્લારખા રાઘવા રહે.વેરાવળ (૬) અબ્દુલ રજાકભાઇ ભારા રહે.વેરાવળ (૭) આસીફ સુલેમાન કાલવત રહે.પ્રભાસ પાટણ (૮) નબીઝ હુસેન પંજા રહે.પ્રભાસ પાટણ વાળાને રોકડા રૂા.1,02,420 તથા આઠ મોબાઇલ ફોન કીં.રૂા.12 હજાર મળી કુલ રૂા.1,14,420 ના મુદામાલ સાથે ઝડપી લઇ જુગાર ધારા કલમ 12 મુજબ ગુન્હો નોંધેલ છે.

અન્ય સમાચારો પણ છે...