તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેલેરિયાનો કહેર:જૂનાગઢ જિલ્લામાં માત્ર એક માસમાં મેલેરિયાના 8 પોઝિટીવ કેસ નોંધાયા

જૂનાગઢ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આરોગ્ય વિભાગે ચાર માસમાં 89, 295લોકોની આરોગ્ય તપાસણી કરી

કોરોનાવાયરસને લઈને અનેક દેશોમાં લાખો લોકોના મોત થયા છે. આ કોરોનાને લઇને આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે અને લોકોના સ્વાસ્થ્યની તપાસ કરી રહ્યા છે. ત્યારે કોરોનાવાયરસની સાથો સાથ ડેંગ્યૂ, ચિકનગુનિયા અને મેલેરિયા સહિતના રોગો પણ નોંધાઈ રહ્યા છે. 

એક મહિનામાં 14534 અને ચાર મહિનામાં 89295 લોકોની તપાસ કરી 
જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા લોકોને તપાસ કરી જરૂરિયાત મુજબની સારવાર આપવામાં આવી રહી છે. ગંદકી અને મચ્છરોના ઉપદ્રવને કારણે રોગચાળો વધે છે. જેથી જૂનાગઢ સિવિલ હૉસ્પિટલમાં દર્દીઓનો વધારો જોવા મળી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં એપ્રિલ માસમાં ડેન્ગ્યુના 1 અને મેલેરિયાના 8 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે અને ઘરે ઘરે જઈ બીમાર લોકોની તપાસ કરી જરૂરિયાત મુજબની સારવાર આપવામાં આવી હતી. જો કે, ગત વર્ષની વાત કરીએ તો એપ્રિલ મહિનામાં 2 ડેન્ગ્યુના અને 9 મેલેરિયાના કેસ નોંધાયા હતા ત્યારે આ વર્ષે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે માત્ર એક જ મહિનામાં 14534 લોકોની તપાસ કરવામાં આવી હતી. જ્યારે ચાર મહિનામાં 89295 લોકોની તપાસ કરી જરૂરિયાત મુજબની સારવાર આપવામાં આવે છે તેમ આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો