તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનલોક:માત્ર 3 રવિવારમાં 11,163 પ્રવાસી આવતા 3,41,085ની આવક થઇ

જૂનાગઢ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ શહેરમાં આવેલ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં કોરોના બાદ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા 3 રવિવારમાં જ કુલ 11,163 પ્રવાસીઓએ મુલાકાત લેતા ઝૂને 3,41,085ની આવક થઇ છે.

આ અંગે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના આરએફઓ નિરવ મકવાણાએ જણાવ્યું હતું કે, પ્રથમ રવિવાર 20 જૂને 2,227 પ્રવાસી આવ્યા હતા જેથી 61,555ની આવક થઇ હતી. બીજા રવિવાર 27 જૂને 4,165 મુલાકાતી આવ્યા હતા જેનાથી 1,29,530ની આવક થઇ હતી. જ્યારે ત્રીજા રવિવાર 4 જૂલાઇએ 4,771 પ્રવાસીઓ આવ્યા હતા જેનાથી 1,50,000ની આવક થઇ છે. આમ, માત્ર 3 રવિવારમાં જ કુલ 12,195પ્રવાસી આવતા સક્કરબાગ ઝૂને 3,41,085ની આવક થઇ છે.

અન્ય સમાચારો પણ છે...