તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:માત્ર 2 દિવસમાં રખડતા પશુના કારણે 4 લોકો ઇજાગ્રસ્ત બન્યા, રસ્તામાં ઘાસ નાખનાર સામે મનપા કાર્યવાહી કરે

જૂનાગઢ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પહેલા નીલ ગગન પાસે હવે શહીદ પાર્કે પશુનો જમાવડો

જૂનાગઢ શહેરમાં રસ્તામાં નંખાતા ઘાસના કારણે રખડતા ભટકતા પશુનો ત્રાસ વધી ગયો છે. ત્યારે આવા લોકો સામે મનપા કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. આ અંગે ભાજપના પૂર્વ નગરસેવક અમૃતભાઇ દેસાઇએ જણાવ્યું છે કે, રખડતા ભટકતા પશુને ઘાસ નાંખી પુણ્ય કમાવાનું કાઇ ખોટું નથી. પરંતુ આવા ઘાસ વેંચનારા જાહેર રસ્તા પર ઘાસ નાંખે છે, પરિણામે જાહેર રોડ પર રખડતા ભટકતા પશુનો જમાવડો થાય છે.

પહેલા તળાવ દરવાજા વિસ્તારના નીલ ગગન એપાર્ટેમેન્ટ પાસે ઘાસચારો નંખાતો હતો. હવે શહીદ પાર્કે પણ શરૂ કરી દેવાયું છે. પરિણામે રખડતા ભટકતા પશુઓ ઝઘડા કરી વાહન ચાલકો તેમજ રાહદારીઓને હડફેટે લઇ ઇજાગ્રસ્ત બનાવે છે. છેલ્લા 2 દિવસમાં 4 લોકો પશુના હુમલામાં ઘાયલ થયા છે. ત્યારે ચૂંટાયેલા જનપ્રતિનિધીઓ અને મહાનગરપાલિકા આવા જાહેરમાં ઘાસ નાંખી ન્યૂસન્સ કરનારા સામે કાર્યવાહી કરે તેવી સ્થાનિક લોકોમાંથી માંગ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો