ઘરમાં ઘૂસી લૂંટ:જૂનાગઢના આંબાવાડી વિસ્તારમાં બુકાનીધારી શખ્સોએ વૃદ્ધાને છરી બતાવી બે લાખ રોકડ સહિત દાગીનાની લૂંટ ચલાવી

જૂનાગઢ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લુંટ ચલાવનારા શખ્સોને શોધવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા

જૂનાગઢ શહેરના આંબાવાડી વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે બુકાનીધારી શખ્સોએ ઘરમાં ઘુસી વૃદ્ધાને છરી બતાવી બે લાખ રોકડા અને ચાર-પાંચ તોલા દાગીનાની લૂંટ કરી નાસી ગયા હતા. આ અંગે વૃદ્ધાએ જાણ કરતા પોલીસે લૂંટ કરનારા બુકાનીધારી શખ્સોની શોધખોળ હાથ ધરી છે. આ લૂંટની ઘટનાથી શહેરમાં એકલા રહેતા સીનીયર સીટીઝનોમાં ભયની લાગણી પ્રસરી ગઈ હતી.

આ ઘટનાની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના જોશીપરા પાસે આવેલા આંબાવાડી વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે સાડા આઠેક વાગ્યે એક વૃદ્ધા ઘરે એકલા હતા. એ સમયે બેલ વગાડતા દરવાજો ખોલતા બે અજાણ્યા બુકાનીધારી શખ્સો ઘરમાં ઘુસી ગયા હતા. બાદમાં વૃદ્ધાને છરી બતાવી ઘરમાં રહેલા પૈસા અને દાગીના આપવા કહ્યુ હતું. જેથી વૃદ્ધા પાસેથી ઘરમાં રહેલ બે લાખ રૂપિયા રોકડા અને ચાર પાંચ તોલા સોનાના દાગીનાની લૂંટ કરી નાસી ગયા હતા.

આ લૂંટની ઘટના અંગે વૃદ્ધાએ પોલીસને જાણ કરતા બી ડીવીઝન પોલીસ અને એસ.પી. ડીવાયસેસપી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો દોડી ગયો હતો. પોલીસની ટીમે લૂંટ કરનારા બુકાનીધારીઓની શોધખોળ શરૂ કરી હતી. આ ઘટના અંગે પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમી સાંજે બનેલી લૂંટની ઘટનાથી શહેરમાં એકલવાયું જીવન જીવતા સીનીયર સીટીઝનોમાં ભયની લાગણી પ્રસરી હતી.

અન્ય સમાચારો પણ છે...