એક "સંજય" દ્રષ્ટ્રિ અહીં પણ કરજો:જૂનાગઢમાં યુવાઓ જમીન પર બેસીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરે છે

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ લાયબ્રેરીમાં હકડેઠ્ઠ ભરાયેલી જિંદગી ઉજળા ભવિષ્ય માટે આકરૂ તપ કરવા મજબુર
  • ​​​​​​​ધારાસભ્ય બનતા પહેલા આપ્યું છે વચન " જૂનાગઢમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે સ્પીપાનું સેન્ટર અને અદ્યતન લાયબ્રેરી બનાવીશું

જૂનાગઢ એટલે ઉજળા ભવિષ્ય માટે તપ કરતા યુવાધનની ભૂમિ અહીં છેલ્લા કેટલાક વર્ષોથી યુવાનોમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી સરકારી ક્ષેત્રે ઉચ્ચ પદ મેળવવાની લગ્ન ધરાવતા યુવક-યુવતીઓની સંખ્યા વધી રહી છે. અહીં સરકારી લાયબ્રેરીઓ આવેલી છે. પણ વિદ્યાર્થીઓની સંખ્યા એટલી છે કે, તેના માટે આ જગ્યાઓ હવે ટૂંકી પડી રહી છે.

ત્યારે જૂનાગઢમાં ધારાસભાની ચૂંટણી સમયે યુવાનોને ધ્યાનમાં રાખી ભાજપના ઉમેદવાર અને હાલના ધારાસભ્ય સંજય કોરડીયાએ એ ચિંતા પણ કરી છે કે, જૂનાગઢમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા યુવાધનને યોગ્ય વાતાવરણ લાયબ્રેરી, સ્પીપાનું સેન્ટર, કોચિંગ સેન્ટરો મળે.

જેથી ઉજળા ભવિષ્યના સ્વપ્નાઓ સેવતા યુવાનોને આગળ વધવાની તક મળે. આ એક ઉમદા વચન છે. જે જૂનાગઢના યુવાનોને ઉચ્ચ પદ ઉપર લઈ જાય અને તો જૂનાગઢ પણ એક સમયે ખરા અર્થમાં મહાનગર બનશે.

જૂનાગઢમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવક-યુવતીઓ ખુબ મહેનત કરે છે. પણ અહીં વ્યવસ્થાનો અભાવ વિલન બની રહ્યો છે. ત્યારે જીપીએસસી કલાસ 1-2 ની તૈયારી કરતી નેન્સી સૂચકે જણાવ્યું હતું કે, સરકારી નોકરી અંગે આજકાલના યુવાનોમાં એક અલગ જ લગન જોવા મળી રહી છે.

સ્પર્ધાત્મક પરીક્ષા એક એવું મેદાન છે જ્યાં સાયન્સ, કોમર્સ અને આર્ટ્સના સ્નાતકો હોય કે ડિપ્લોમા કરીને કરીને આગળ આવ્યા હોય. અરે એન્જીનયરો પણ આ મેદાનમાં ઉતરે છે. જેનો અંદાજ જૂનાગઢની સરકારી લાયબ્રેરીમાં જોવા મળે છે. આ લાયબ્રેરીમાં જગ્યા ન મળે તો નીચે બેસીને વાંચવામાં મશગુલ થયેલા યુવા ધનને જોઈએ ત્યારે લાગે કે આ લોકોને જે સગવડ મળવી જોઈએ તેનો અભાવ છે.

જૂનાગઢમાં હજુ કલાસ 1-2 કે યુપીએસસી-જીપીએસસીની તૈયારી માટે તો કોઈ માહોલ કે સુવિધા જોવા મળતી જ નથી. અહીં માત્ર અહીં જીપીએસસી કલાસ-3 માટે માર્ગદર્શન અને કોચિંગ મળે છે. જે અને ગાડરિયા પ્રવાહની જેમ તૈયારીઓ થાય છે.

જૂનાગઢના યુવાનો યુપીએસસી અને જીપીએસસી પરીક્ષાના મેદાનમાં પણ ઉતરવાની ક્ષમતા અને વિઝન ધરાવે છે. પણ જરૂરી સુવિધાઓ પ્રગતિને રોકીને બેઠી છે. જૂનાગઢમાં જીપીએસસી વર્ગ-1 અને યુપીએસસી મેઇન્સ માટે જરૂરી સુવિધા કે કોચિંગ મળતું નથી એ મળવું જરૂરી છે.

જૂનાગઢમાં હાલ એકબે જેટલા ખાનગી કોચિંગ કલાસમાં જીપીએસસી મેઇન્સ પરીક્ષા માટે તૈયારીઓ કરાવાય છે પણ એ પૂરતી નથી. અહીં ખાનગી કોચિંગ કલાસ પણ તગડી ફી વસુલે છે જે દરેકને પરવડે એવી નથી.

જૂનાગઢમાં સ્પીપાનું સેન્ટર તાત્કાલિક શરુ થાય તો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારોને સારું માર્ગદર્શન મળી શકે. એ ઉપરાંત એક એવી લાયબ્રેરીની જરૂર છે જ્યાં આવી પરીક્ષાઓ પુસ્તકો અને કોમ્પ્યુટર લાયબ્રેરી બનવી જોઈએ. કોઈપણ રેફરન્સ રેડી ટુ યુઝ મળે તો વિદ્યાર્થીઓને અનુકૂળતા રહે. આ અત્યંત જરૂરી અને જૂનાગઢની ભાવિ પેઢી માટે યોગ્ય દિશા છે જેને ખોલવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...