બન્ને ફરજ નિભાવી:જૂનાગઢમાં મહિલા પોલીસ કર્મીચારી મતદાન કેન્દ્ર પર પોતાના નાના બાળકની સાથે ફરજ પર હાજર રહ્યા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મતગણતરી કેન્દ્ર બહાર માતૃત્વ અને પોલીસ બંન્ને ફરજ બજાવતી એક મહિલા પોલીસ કર્મચારી - Divya Bhaskar
મતગણતરી કેન્દ્ર બહાર માતૃત્વ અને પોલીસ બંન્ને ફરજ બજાવતી એક મહિલા પોલીસ કર્મચારી
  • તેમના પતિ પણ જોબ કરતા હોવાથી બાળકને સાથે રાખવું જરૂરી હતું
  • મહિલા પોલીસ કોન્સ્ટેબલ જૂનાગઢ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે

રાજ્યમાં ગ્રામપંચાયતની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ત્યારે મતદાન કેન્દ્ર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જૂનાગઢમાં મતદાન કેન્દ્ર પર એક મહિલા પોલીસ કર્મીચારી પોતાના નાના બાળકની સાથે ફરજ પર હાજર રહ્યા હતા. આશરે 2 વર્ષના નાના બાળકને સાથે રાખી મહિલા પોલીસ કર્મીએ માતાની ફરજ નિભાવવાની સાથે પોલીસ કર્મી તરીકેની પણ ફરજ નિભાવી હતી.

જૂનાગઢમાં ગ્રામપંચાયતની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. પોલીસ વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે જૂનાગઢની બાહુદીન કોલેજમાં મતદાન કેન્દ્ર પર એક મહિલા પોલીસ કર્મીચારી પોતાના નાના બાળકની સાથે ફરજ પર હાજર રહ્યા હતા. આ મહિલા પોલીસ કોન્સ્ટેબલ જૂનાગઢ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. બાળકની સાચવણી સાથે મહિલાએ પોલીસ તરીકેની ફરજ પણ નિભાવી હતી. પોલીસ પરિવાર તરફથી તેઓને પૂરો સપોર્ટ હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેઓના તેમના પતિ પણ જોબ કરતા હોવાથી બાળકને સાથે રાખવું જરૂરી હતું. જેથી તેઓએ બાળકની સાથે ડ્યુટી પર આવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...