જૂનાગઢ શહેરમાં છેલ્લા 5 દિવસથી ગરમીમાં સતત ઘટાડો થતો રહ્યો છે. આ 5 દિવસમાં 3.6 ડિગ્રી ગરમી ઘટી જતા લોકોને આંશિક રાહત મળી છે. જોકે, તેમ છત્તાં હજુ મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જ રહ્યો હોય ગરમીથી છૂટકારો તો મળ્યો જ નથી. આ અંગે મળતી વિગત મુજબ ગુરૂવાર 28 એપ્રિલે મહત્તમ તાપમાનનો પારો 43.6 ડિગ્રી રહ્યો હતો.
આ દિવસ ઉનાળાની સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. જોકે, બાદમાં ગરમીનો પારો સતત નીચે ઉતરતો રહ્યો છે. શુક્રવારે 42.9, શનિવારે 41.2, રવિવારે 40.5, સોમવારે 40.1 અને મંગળવારે 40 ડિગ્રી ગરમી રહી હતી.આમ, 5 દિવસમાં મહત્તમ તાપમાનનો પારો 3.6 ડિગ્રી નીચે ઉતર્યો છે. પરિણામે આગ ઝરતી ગરમીની અસર ઓછી થઇ છે.
છત્તાં ગરમીથી છૂટકારો મળ્યો નથી. કારણ કે, હજુપણ મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી તો રહ્યો જ છે. મંગળવારે લઘુત્તમ તાપમાન 26.1, મહત્તમ 40 ડિગ્રી રહ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 82 ટકા અને બપોર બાદ 37 ટકા રહ્યું હતું તેમજ પવનની ઝડપ 7.9 કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.