રોડ પર ચક્કાજામ:જૂનાગઢમાં તૂટેલા રોડ અને ખાડાની સમસ્યાનું નિવારણ ન આવતા જનતા રોડ પર ઉતરી

જુનાગઢએક મહિનો પહેલા
  • સ્થાનિકોએ ત્રણ દિવસ પહેલાં કલેક્ટરને આવેદનપત્ર આપીને અલ્ટીમેટમ આપ્યું હતું

જૂનાગઢમાં ઠેર ઠેર ખાડાઓની સમસ્યાને લઇને સ્થાનિકોએ ત્રણ દિવસ પહેલાં કલેક્ટરને આવેદનપત્ર આપીને ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. જોકે, નિવારણ ન આવતા જૂનાગઢની જનતા આજે રોડ ઉતરી છે. મોટીબાગ સ્વામિનારાયણ રોડથી લઈ અને મધુરમ રોડ સુધીના લોકો રોડ પર ઉતરતાં ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા

રોડ પર ચક્કાજામ કર્યો
તૂટેલા રોડ અને ખાડા બાબતે વારંવાર સત્તાધીશોને રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ ન આવતા લોકો રોષે ભરાયા છે અને આજે રોડ પર ઉતરીને ચક્કાજામ કર્યો છે. જેને લઇને શાળાએ જતા વિદ્યાર્થીઓ અને હોસ્પિટલ જતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ટેન્ડર ભરાવાની સાથે ખીસ્સાઓ પહેલાં ભરાય છે: તુષાર સોજીત્રા
આ અંગે તુષાર સોજીત્રાએ જણાવ્યું હતું કે, ભારતનું સર્વોપરી બંધારણ જે લોકો માટે બન્યું છે. તેના જ લોકોને અધિકારો નથી મળતા. કરોડો રૂપિયાના રોડ બનાવવા છતાં પણ ફરી પાછા અમુક મહિનામાં રોડ પોતાની વાસ્તવિકતા છતી કરી દે છે. કોન્ટ્રાક્ટરોને રોડ માટે રીપેરીંગ તેમજ ક્વોલીટીવાળા કામ કરવા માટેના પૂરતા ટેન્ડર પર ભરાય છે, પરંતુ ટેન્ડર ભરાવાની સાથે ખીસ્સાઓ પહેલાં ભરાય છે.

અન્ય સમાચારો પણ છે...