આદેશ:જૂનાગઢમાં રખડતા ઢોર અને જાહેરમાં ઘાંસ વેચવા મામલે કલેકટર દ્વારા જાહેરનામું બહાર પડાયું

જુનાગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

જુનાગઢ મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે અને જાહેરનામાની કડક અમલવારી કરવા માટે કટિબંધ બન્યું છે.જુનાગઢ મહાનગર વિસ્તારમાં રખડતા ભટકતા ઢોરે જાણે કે રસ્તા ઉપર અડીંગો જમાવી દીધો હોય તેવી રીતે બેઠા હોય છે જેને લઇને ટ્રાફિક સમસ્યા તેમ જ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.ઉપરાંત જાહેરમાં ઘાસચારો વેચનારાઓને લઈને ઢોર ગમે તે જગ્યાએ ઊભા રહી જતા અને લોકોને અડફેટે લેતા હતા.રખડતા ભટકતા ઢોર ના ત્રાસ માંથી લોકોને મુક્તિ મળે તે માટે જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને તેની અમલવારી મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે.

સૂચનાને પગલે મહાનગરપાલિકા એકશન મોડમાં આવી અને ટીમોની રચના કરી છે.શહેરના અનેક વિસ્તારમાં રખડતા ભટકતા ઢોરને છોડી મૂકવામાં આવે છે અને જાહેરમાં ઘાસચારો વેચનારા લોકોની વિરુદ્ધમાં કલેક્ટર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું તેમાં પોલીસ અને મહાનગર પાલિકાની ટીમ ટાસ્ક ફોર્સ બનાવી સાત જેટલી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હજુ પણ શહેરના તમામ વિસ્તારોમાં કાર્યવાહી ચાલી રહી છે જાહેર માર્ગ ઉપર નીકળતા રાહદારીઓ અકસ્માતનો ભોગ બની રહ્યા છે નામદાર હાઇકોર્ટની ગાઈડલાઈન મુજબ લોકોના હિત માટે પશુ માલિકો પર પણ ફરિયાદ થવા લાગી છે.ત્યારે જુનાગઢ માં બે લોકો પર રોડ પર ઘાસચારો વેચવા ને લઈ ફરીયાદ પણ કરવામાં આવી છે.

આ બાબતે મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણા એ જણાવ્યું હતુ કે જાહેરનામા લાગુ પડતા મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી બે ટીમ બનાવી અને ગામમાં જાહેરમાં ઘાસચારો વેચતા લોકોને પકડી અને એની ઉપર પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી મહાનગરપાલિકા કરી રહી છે ઘાસચારા નાખવાથી ઢોર રોડ ઉપર આવી જાય છે.અને લોકોને નુકશાન પહોંચાડવા છે.જો લોકોને દાન પુણ્ય કરવું હોય તો ગૌશાળામાં જઈ અને ત્યાં ચારો નાખવો જોઈએ.કારણ કે આ બનાવના લીધે ઘણા લોકોની જિંદગી પણ મુશ્કેલમાં મુકાતી હોય છે. એટલે જાહેરમાં ઘાસચારો નાખવો ન જોઈએ લોકો કરે જેને કારણે સ્વચ્છતા જળવાય અકસ્માત અને ટ્રાફિકની સમસ્યા દૂર થશે.આમ જાહેરનામું તો બહાર પડી ગયું છે પરંતુ હજુ પણ ઘણા વિસ્તારોમાં રખડતા ઢોર અને ઘાસચારા વહેચનારાઓ કાર્યરત છે તેની સામે પગલાં લેવાય તે પણ જરૂરી બન્યું છે..

અન્ય સમાચારો પણ છે...