વેપારીએ મજૂરને મારમાર્યો:જૂનાગઢમાં દુકાનેથી નીકળીને બીજી જગ્યાએ કામ કરવા જતા મજૂર પર મન દુઃખ રાખી વેપારીએ હુમલો કર્યો

જુનાગઢએક મહિનો પહેલા
  • દાણાપીઠમાં મજૂરને માર મારતા ગિરિરાજ અગરબત્તીના માલિક અને પુત્ર સામે ફરિયાદ નોંધવાની તજવીજ

જૂનાગઢના દાણાપીઠ વિસ્તારમાં પીપળા ખડકીમાં એક મજૂરને વેપારી પિતા-પુત્ર એ માર માર્યાની ઘટના સામે આવી છે. જેથી મજૂરને ઈજા પહોંચી હતી. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી છે. તેમજ આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે.
​​​​​​​અપશબ્દો બોલવાની ના પાડતા બન્ને ઉશ્કેરાઈ ગયા હતા
આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલા મજૂર અશફાકભાઈએ જણાવ્યું કે, તે પહેલા દાણાપીઠ વિસ્તારમાં આવેલી ગિરિરાજ અગરબત્તીમાં કામ કરતો હતો અને ત્યાંથી છુટા થઈ અન્ય દુકાને કામ કરવા લાગ્યો હતો. જેનું મનદુઃખ રાખી ગિરિરાજ અગરબત્તીના માલિકના પુત્ર ભાવીને મજૂરને ગાળો બોલવા લાગેલ અને બાદમાં મજૂરે ગાળો બોલવાની ના પાડતા બંને પિતા-પુત્ર ઉશ્કેરાઈને મજૂર અશફાક પર હુમલો કર્યો હતો. ગિરિરાજ અગરબત્તીના માલિક કિશોરભાઈ અને પુત્ર ભાવિને માર માર્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ બાબતે મજૂર અશફાકને ઇજાઓ થતાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર બાબતે હાલ પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...