ઊંચું વ્યાજ વસૂલનારા ઇસમો અને ગેરકાયદેસર વ્યાજની બદીને ડામવા લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી ગાંધી ચોક ખાતે જૂનાગઢ જિલ્લા એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની વ્યાજખોરોને ડામવા ની પહેલ ને ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે ગૃહરાજ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા એક સપ્તાહથી જે વ્યાજખોરો સામે એક મુહિમ ચાલુ કરવામાં આવી છે આ મુહિમમાં ગુજરાતના તમામ વિસ્તારોમાં આ મુહિમ થકી ગુજરાતના અનેક પરિવારોને આ વ્યાજખોરોના ત્રાસમાં થી મુક્ત થવાની એક તક પુરી પાડી છે. ત્યારે જૂનાગઢમાં પણ ગેરકાયદેસર નાણા ધી, રજીસ્ટ્રેશન નોંધણી કરાવ્યા વિના વ્યાજ લેનાર, ઊંચા વ્યાજની વસુલિ કરનાર, અને સરકારે નક્કી કરેલા વ્યાજ દરથી વધુ વ્યાજ દર વસૂલનાર ઈસમો સામે કડક કાર્યવાહી કરવા ગાંધી ચોક ખાતે જૂનાગઢ જિલ્લા એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધી ચોક દાણાપીઠ માંગનાથ વિસ્તારના વેપારીઓ ,રહીશો, અને ધંધાર્થીઓ એ પોતાના પ્રશ્નો લોક દરબાર માં રજુ કર્યા હતા. જુનાગઢ જિલ્લાના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા પોલીસ સ્ટાફ તેમજ જૂનાગઢ જિલ્લા ડીવાયએસપી હિતેશ ધાંધલીયા, પીઆઈ.પીએસઆઈ પણ આ લોક દરબાર માં હાજર રહ્યા હતા.
તેમજ આ લોક દરબારમાં લોકોને પણ જુનાગઢ એસપી દ્વારા અપીલ કરવામાં આવી હતી કે કોઈપણ પગલું ભર્યા પહેલા જુનાગઢ પોલીસનો સંપર્ક કરે જો કોઈ વ્યક્તિને વ્યાજખોર હેરાન કરતો હોય ઊંચું વ્યાજ વસૂલ તો હોય તે વ્યક્તિ પર્સનલી તેમને મળી શકે છે.. કાયદા પ્રમાણે ગેરકાયદેસર રીતે વ્યાજ વસૂલનાર વ્યાજખોરને પાસાના કાયદાની પણ જોગવાઈ છે. વ્યાજખોરોને ડામવાની આ જુમ્મેસ શરૂ થતા લોકોમાં પોલીસ કામગીરી પ્રત્યેનો હકારાત્મક જુસ્સો જોવા મળ્યો હતો ત્યારે જૂંબેશ બાદ જુનાગઢ માં બે ફરિયાદો દાખલ કરવામાં આવી છે અને છેલ્લા ત્રણ વર્ષમાં 12 થી વધુ ફરિયાદો જુનાગઢ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.