એજ્યુકેશન:જૂનાગઢમાં શાળાના વિદ્યાર્થીઓએ ઘેર-ઘેર ફરી કચરો એકત્રિત કર્યો

જૂનાગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઝાદીકા અમૃત મહોત્સ્વ અંતર્ગત ક્લિન ઇન્ડિયા થીમેટિક ડ્રાઇવ યોજાઇ

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ક્લીન ઇન્ડિયા થીમેટિક ડ્રાઇવ કરવામાં આવી રહી છે. દરમિયાન આ ડ્રાઇવને લઇને શહેરની 8 થી વધુ શાળામાં તેમજ આસપાસના વિસ્તારોમાં સફાઇ અભિયાન યોજાયું હતું. આ સફાઇ અભિયાનમાં ડો. સુભાષ આર્ય કન્યા વિદ્યાલય, સ્વામિનારાયણ જ્ઞાનબાગ ગુરૂકુલ, મિનરાજ શૈક્ષણિક સંકુલ,વણઝારી પ્રાથમિક શાળા, આર. જે. કનેરીયા ગર્લ્સ હાઇસ્કૂલ, એકલવ્ય પબ્લિક સ્કૂલ, આર.એસ. કાલરીયા પ્રાથમિક શાળા, કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલના છાત્રો, શિક્ષકો અને પ્રતિનિધીઓ જોડાયા હતા. આ તકે મનપાના અધિકારીઓની પણ ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...