દિવાળી:જૂનાગઢમાં પુષ્યનક્ષત્ર અને ધનતેરસે 15 કરોડનું સોનું વેચાયું

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રકાશની અનેક પ્રકારની નયનરમ્ય ગતિ આપણને જોવા મળી જાય. લોકેશન બદલે એટલે દૃશ્ય પણ બદલાઈ જાય. ગિરનાર પરથી દિવાળીના દિવસો વખતે જો ભવનાથ અને જૂનાગઢ શહેરનો નજારો જોયો હોય તો એવું લાગે જાણે ભવનાથમાંથી નીકળતી પ્રકાશગંગા શહેર તરફ વહીને આખા જૂનાગઢને ઝળહળાવી રહી છે. - Divya Bhaskar
પ્રકાશની અનેક પ્રકારની નયનરમ્ય ગતિ આપણને જોવા મળી જાય. લોકેશન બદલે એટલે દૃશ્ય પણ બદલાઈ જાય. ગિરનાર પરથી દિવાળીના દિવસો વખતે જો ભવનાથ અને જૂનાગઢ શહેરનો નજારો જોયો હોય તો એવું લાગે જાણે ભવનાથમાંથી નીકળતી પ્રકાશગંગા શહેર તરફ વહીને આખા જૂનાગઢને ઝળહળાવી રહી છે.
  • નાના વેપારીઓને વેચવા માટે ગીની ખૂટી પડી, મોટા વેપારીઓ પાસે ફૂલ સ્ટોક

દિવાળીના તહેવારો શરૂ થઇ ગયા છે. ધનતેરસે સારા મુહૂર્તમાં સંપત્તિ અથવા લાભની વસ્તુઓની આપણી સંસ્કૃતિમાં પરંપરાગત રીતે ખરીદી થાય છે. તો પુષ્યનક્ષત્રના દિવસે પણ સોનાની ખરીદી થતી હોય છે. આ વર્ષે એકલા જૂનાગઢ શહેરમાંજ 15 કરોડથી વધુના સોનાની ખરીદી થયાનો અંદાજ છે. 28 ઓક્ટોબર 2021 ના દિવસે ગુરૂપુષ્ય નક્ષત્ર અને આજે ધનતેરસના દિવસે જૂનાગઢની સોની બજારમાં ઘરાકી નિકળી હતી. તેમાંય મધ્યમવર્ગના નાનું રોકાણ કરતા લોકો સૌથી વધુ 1 ગ્રામ સોનાની ગીની વધુ ખરીદતા હોય છે. જેનો સરેરાશ ભાવ રૂ. 5300 છે. પણ તા. 28 ઓક્ટો.થીજ 1 ગ્રામની ગીની નાના વેપારીઓ પાસે ખલાસ થઇ ગઇ હતી. આથી ઘણા ગ્રાહકોએ સોનાનું પેન્ડન્ટ, ચેન, વીંટી જેવી ખરીદી કરી સંતોષ માનવો પડ્યો હતો. ધનતેરસની ખરીદી માટે પ્રિબુકીંગ થઇ ગયું હતું. એમાં પણ 1 ગ્રામની ગીની નાના વેપારીઓ પાસે ખલાસ થઇ ગઇ હતી. મોટા વેપારીઓ પાસે તેનો પૂરતો સ્ટોક હતો.

વેપારીઓના કહેવા મુજબ, પુષ્યનક્ષત્ર હોવાથી અમે બધાએ અગાઉથી ગીનીનો ઓર્ડર લખાવી દીધો હતો. પણ એ જ્યાં બને છે એ રાજકોટ અને અમદાવાદની કંપનીઓએ 6-7 દિવસ પહેલાંજ ઓર્ડર લેવાનું બંધ કરી દીધું હતું. અને હવે ત્યાં પણ દીવાળીનું વેકેશન પડી ગયું છે. એકલા જૂનાગઢ શહેરમાંજ 28 મીએ 12 થી 15 કિલો અને આજે ધનતેરસે 12 થી 15 કિલો સોનું વેચાયાનો અંદાજ છે. 1 કિલો સોનાનો ભાવ રૂ. 50 લાખ ગણીએ તો આ બે દિવસોમાં જૂનાગઢ શહેરમાં રૂ. 15 કરોડથી વધુનું સોનું લોકોએ ખરીદ્યાનો અંદાજ છે. જેમાં ગીની ઉપરાંત અન્ય દાગીના પણ સામેલ છે.

28 મીએ અને આજે કુલ 2700 ગીની વેચાઇ
જૂનાગઢમાં મોટા જ્વેલર્સને ત્યાં 5 થી લઇને 50 ગ્રામ કે 100 ગ્રામ સુધીની ખરીદી થતી હોય છે. તેઓને ત્યાં સરેરાશ આજે 200 ગીની વેચાયાનો અંદાજ છે. જૂનાગઢમાં આવા 7 મોટા વેપારીઓ છે. આ રીતે 28 મીએ 1000 થી 1200 અને આજે 1500 મળી બે દિવસોમાં કુલ 2700 થી વધુ ગીની વેચાયાનો અંદાજ છે. એ રીતે જોઇએ તો 5 કિલો સોનું માત્ર ગીની થકી વેચાયું.

મોટા વેપારીઓને ત્યાં ગીનીનો ફૂલ સ્ટોક
ગીનીની અછત નાના વેપારીઓને વર્તાઇ હતી. પણ મોટા જ્વેલર્સ દાગીના ઉપરાંત પોતાની જ ગીની બનાવતા હોય છે. આથી તેઓને ગીનીની અછત નથી વર્તાઇ.

અમુક વેપારીઓએ સ્ટોક કરી લીધો
અમુક વેપારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, જેઓ પાસે ગીનીનો સ્ટોક છે તેઓએ ભાવ વધવાની શક્યતા જોઇને ગીનીનો સ્ટોક કરી લીધો. પણ ગ્રાહકોને વેચી નથી.

અમારે ત્યાં 70 ગીની વેચાઇ
ધનતેરસે જે ખરીદી હોય છે એ બધું એડવાન્સ બુકીંગ હોય છે. સારા દિવસે રોકાણ માટે ખરીદી કરતા લોકો 5 થી લઇને 50 ગ્રામ સુધીની ગીની વધુ ખરીદે. અમારે ત્યાં આજે 70 ગીની વેચાઇ. - મેહુલભાઇ ધીરજલાલ રાજપરા, જ્વેલર્સ

અન્ય સમાચારો પણ છે...