રંગોળી પ્રદશની:જૂનાગઢમાં ગાંધીજી, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર પટેલના ચિત્રોની રંગોળી જોઈ લોકો પ્રભાવિત થયા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રંગોળી પ્રદર્શન સાથે આરઝી હુકુમત અને આઝાદી અંગેની માહિતી સાથેનું પ્રદર્શન પણ કરાયું

લોખંડી પુરૂષ સરદાર પટેલ જયંતિની ઉજવણી અંતર્ગત જૂનાગઢના સંગ્રહાલય ખાતે 31 ઓક્ટોબરથી તા.4 નવેમ્બર આજ સુધી રંગોળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગાંધીજી, સરદાર પટેલ,નહેરૂ જેવા રાષ્ટ્રીય નેતાઓના ચિત્રોની રંગોળી બનાવવામાં આવી હતી. જે નિહાળી મુલાકાતીઓ પ્રભાવિત થયા હતા.

જૂનાગઢના સરદાર બાગ ખાતે આવેલા સંગ્રહાલય ખાતે સરદાર પટેલ જયંતિની ઊજવણી અંતર્ગત તા.31થી 4 આજ સુધી રંગોળી પ્રદર્શન યોજાયું હતું. જેમાં ભાર્ગવભાઇ, રીમ્પલબેન, ભૂમિબેન, વૈભવભાઇ, દીપેનભાઇ અને વિરલભાઇ સહિતના કલાકારો દ્વારા સરદાર પટેલ, ગાંધીજી, જવાહરલાલ નહેરૂ, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતની રંગોળીને રંગોથી કંડારવામાં આવી હતી.

આ ઉપરાંત આઝાદીની ચળવળ, આઝાદીના આંદોલનો, આરઝી હકુમત સહિતની માહિતી આ પ્રદર્શનમાં મુકવામાં આવી હતી. આ પ્રદર્શનો નિહાળવા રોજના અનેક લોકો આવી રહ્યા હતા અને આબેહૂબ ચિત્રોથી મુલાકાતીઓ પ્રભાવિત થઈ રહ્યા છે. તેમજ માહિતી સાથેના પ્રદર્શનથી આરઝી હુકુમત અને આઝાદી અંગની જાણકારી પણ મેળવી પ્રભાવિત થયાની લાગણી વ્યક્ત કરી રહ્યા હતા. આમ, પ્રદશની લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી.

અન્ય સમાચારો પણ છે...