તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વિરોધ:જૂનાગઢમાં જન્મ દિવસે જ મોદીના ફોટા પર છાણ ઉડાડી, ચપ્પલ માર્યા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢમાં પૂર્વ મેયરના પુત્રની આગેવાનીમાં કાર્યક્રમ : ઝુપડપટ્ટી રેગ્યુલાઇઝ કરવા મુદ્દે જેલભરો આંદોલન કર્યું

જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની આગેવાનીમાં યોજાયેલ એક કાર્યક્રમમાં જન્મ દિવસે જ મોદીના ફોટા પર છાણ ઉડાડી, ચપ્પલ મારવામાં આવ્યા હતા. બાદમાં અનેક લોકોએ જેલભરો આંદોલન કરી ધરપકડ વહોરી લીધી હતી. આ અંગે મળતી વિગત મુજબ શહેરમાં આવેલી ઝુપડપટ્ટી રેગ્યુલાઇઝ કરવા મુદ્દે પૂર્વ મેયર લાખાભાઇ પરમાર બિલખા રોડ સ્થિત ડો. આંબેડકરનગરમાં છાવણી ઉભી કરી સત્યાગ્રહ કરી રહ્યા છે. દરમિયાન સત્યાગ્રહના 78માં દિવસે, અગાઉ કરેલી જાહેરાત મુજબ પૂર્વ મેયર લાખાભાઇ પરમારના પુત્ર ધર્મેશ પરમારની આગેવાનીમાં જેલભરો આંદોલન કરવામાં આવ્યું હતું. દરમિયાન 17 સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ હોય તેની અનોખી રીતે ઉજવણી કરી વિરોધ નોંધાવ્યો હતો.

મોદીના વિશાળ કટઆઉટ પાસે ગોબરને કેક સ્વરૂપે રાખી બાદમાં મોદીના મોઢા પર છાણનો મારો ચલાવ્યો હતો. જ્યારે હેપ્પી બર્થ ડેના બદલે નરેન્દ્ર મોદી હાય હાયના નારા પણ લગાવ્યા હતા. બાદમાં મોદીના ચહેરા પર ચપ્પલ પણ મારવામાં આવ્યા હતા. દરમિયાન તમામ લોકો રસ્તા પર બેસી રસ્તા રોકો આંદોલન કરતા પોલીસે અટકાયત કરી હતી. આ અંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ધર્મેશ પરમાર સહિત કુલ 110 લોકોની અટકાયત કરવામાં આવી હતી. જોકે, બપોર બાદમાં તમામનો છૂટકારો થયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો