ધારાસભ્ય ભાન ભૂલ્યા:જૂનાગઢમાં માંગરોળના MLA બાબુભાઈ વાજાની જીભ લપસી, પક્ષપલટાને લઈ પોતાનું નામ ખોટી રીતે ચગાવનારાઓને અપશબ્દો કહ્યા

જૂનાગઢ3 મહિનો પહેલા
  • જૂનાગઢના ટાઉનહોલમાં આયોજિત કૉંગ્રેસના મેનિફેસ્ટો સંવાદ અભિયાનના કાર્યક્રમમાં ધારાસભ્યની જીભ લપસી

જૂનાગઢના શામળદાસ ગાંધી ટાઉનહોલમાં કૉંગ્રેસના યોજાયેલા મેનિફેસ્ટો સંવાદ અભિયાનના કાર્યક્રમમાં સંબોધન સમયે માંગરોળના ધારાસભ્ય બાબુભાઈ વાજા ભાન ભૂલ્યા હતા. પક્ષપલટાને લઈ પોતાનું નામ ખોટી રીતે ઉછાલી રહેલા લોકોને અપશબ્દો કહ્યા હતા. બાબુભાઈ વાજાના શબ્દોના કારણે ઉપસ્થિત કૉંગ્રેસના સ્થાનિક અને પ્રદેશના નેતાઓ શરમજનક સ્થિતિમાં મૂકાયા હતા.

ધારાસભ્યને ન શોભે તેવા શબ્દોનો પ્રયોગ કર્યો
જૂનાગઢના શામળદાસ ગાંધી ટાઉનહોલમાં કૉંગ્રેસના મેનિફેસ્ટો સંવાદ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કૉંગ્રેસના ધારાસભ્યો, પ્રદેશ કૉંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સંબોધન દરમિયાન માંગરોળના ધારાસભ્ય બાબુભાઈ વાજાની જીભ લપસી હતી અને જાહેરમાં ન બોલવાના શબ્દોનો પ્રયોગ કરતા ઉપસ્થિત સૌ કોઈ શરમજનક સ્થિતિમાં મૂકાઈ ગયા હતા.

પોતાનું નામ ખોટી રીતે ઉછાળનારા તત્વોને અપશબ્દો કહ્યા
પોતાના સંબોધન દરમિયાન બાબુભાઈ વાજાએ કહ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી ભાજપમાં જોડાઈ રહ્યા હોવાના કેટલાક કૉંગ્રેસી ધારાસભ્યોના નામ સોશિયલ મીડિયામાં ચાલી રહ્યા છે. જેમાં પોતાનું પણ નામ ચલાવવામાં આવી રહ્યું છે. જે લોકો પોતાનું નામ ખોટી રીતે ચલાવી રહ્યા છે તેને ધારાસભ્યએ અપશબ્દો કહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...