તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:જૂનાગઢમાં વૃદ્ધ માતાને માલિકીના મકાનમાં સાથે રાખવાના બદલે કાઢી મુકતા 181 મદદે આવી, કાયદાકીય સમજણ આપી વૃદ્ધાને મકાનનો કબજો અપાવ્યો

જૂનાગઢ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ સખી વન સ્ટોપની સરાહનીય કામગીરી

કોરોનાકાળમાં વૃધ્ધમાતાને તેના મકાનમાં રહેવા દેવાના બદલે નાના પુત્રએ અપશબ્દો કાઢી ધરમાંથી કાઢી મુક્યા હતા. ત્યારે વૃધ્ધાએ 181 સખી વન સ્ટોપની મદદ માંગેલ હતી. જેથી સ્ટાફએ પુત્રનું કાઉન્સેલીંગ કરી કાયદાકીય સમજણ આપતા પુત્ર વૃધ્ધાને મકાનનો કબજો આપવાની સાથે જરૂર પડે ત્યારે મદદ કરવા તૈયારી દર્શાવી હતી. આમ, સખી વન સ્ટોપએ સંકટ સમયમાં મુકાયેલ વૃધ્ધાની મદદ કરી પ્રસંનીય કામગીરી કરી હતી.

181 સખી વનસ્ટોપે કરેલ મદદની પ્રાપ્ત વિગતો મુજબ શારદાબેને તેમની નોકરી અને પેન્શનની રકમથી મકાન લીધું હતુ. બાદમાં તેઓ બહારગામ રહેતો તેમના મોટા દીકરા સાથે રહેવા ગયા હતા. શારદાબેને લીધેલા મકાનમાં તેમનો નાના દીકરો રહેતા હતા. દરમ્યાન તાજેતરમાં 10 વર્ષ પછી તેમણે લીધેલા મકાનમાં તેમના નાના દીકરા સાથે રહેવા આવેલા હતા. ત્યારે તેમના નાના પુત્રએ અપશબ્દ બોલી ઘરમાંથી કાઢી મુક્યા હતા.

જેથી વૃધ્ધા 181 પાસે મદદ માટે ગયા હતા. જ્યાં તેમની વિગત જાણ્યા બાદ સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારી દ્વારા તેમના પુત્રને બોલાવી બંન્ને માં-દીકરા તથા પરિવારના સભ્યોનું કાઉન્સેંલીંગ કરવામાં આવ્યું હતું અને પુત્રને માતાની જવાબદારી તેમજ કાયદાકીય માહિતી આપી હતી. જેથી પુત્રને પોતાની ભૂલનો અહેસાસ થતા તેણે માતાને મકાનની ચાવી સોંપવાની સાથે મકાન બે મહિનામાં ખાલી કરી દેશે અને જરૂર પડશે ત્યારે ઉપયોગી બનશે એમ જણાવ્યું હતું.

સખી વન સ્ટોપ સેન્ટરની મુખ્ય વિશિષ્ટતા એ છે કે, તેમાં પીડિતા બહેનને 5 દિવસ સુધી હંગામી ધોરણે આશ્રય, તબીબી, કાયદાકીય સહાય, પોલીસ સહાય, 181 અભયમની સેવા નિઃશુલ્ક આપવામાં આવે છે. ઉપરાંત પીડિતા બહેનો સાથે તેમની સગીર અને પુખ્તવયની પુત્રીઓ પણ આશ્રય મેળવી શકે છે. કુટુંબમાં, ખાનગી કે જાહેર સ્થળો ઉપર સમુદાય સ્થળે કે કામકાજના સ્થળે જે હિંસાનો ભોગ બનતી હોય, અનૈતિક દેહ વેપાર, જાતીય સતામણી, ડાકણ પ્રથાનો ભોગ બનેલી મહિલાઓને મદદરૂપ બનવામાં આવે છે. આ સેન્ટર કલેક્ટર, નોડેલ અધિકારી તથા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ સંચાલન કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...