મતદાન જાગૃતિ અભિયાન:જૂનાગઢ જિલ્લામાં માલધારીઓના નેસ સુધી પહોચ્યું, તા.1 લી ડિસેમ્બરે મતદાન કરવા અપીલ કરવામાં આવી

જુનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રાજે મતદાન જાગૃતિ માટે મહાઅભિયાન શરુ કર્યું છે. દરેક મતદાતા પોતાના મતાધિકાર ઉપયોગ કરે અને લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર અંતરીયાળ વિસ્તાર સુધી પહોંચી રહ્યું છે.

મતદાન જાગૃતિ અભિયાન જૂનાગઢ (ગ્રામ્ય) તાલુકાનાં રાવત સાગર નેસ સુધી પહોચ્યું હતું. જૂનાગઢ ગીર જંગલની ભૂમિ કહેવામાં આવે છે. અહિયા ઘણાં માલધારીઓ તેમના પશુઓ સાથે વસવાટ કરે છે. ત્યારે વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 હેઠળ જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્ર મતદારો માટે અંતરિયાળ વિસ્તારમાં વસતા નાગરિકો સુધી પહોચ્યું છે. આ નેસ વિસ્તારમાં માલધારીઓ સાથે સંવાદ સાંધી તેમને મતદાન કરવા માટે પ્રેરિત કરવાની સાથે મતદાનના દિવસે એનિમલ હેલ્થ બૂથ ઉભા કરવાની યોજના વિશે જાણકારી આપવામાં આવી હતીં. જેથી માલધારીઓ પોતાના પાલતું પ્રાણીઓના આરોગ્યની નિ:શુલ્ક તપાસ અને સારવાર કરાવી શકે છે.નેસ વિસ્તારમાં પૂરૂષ મતદારોની સાથે મહિલા મતદાતાઓની ભાગીદારી સુનિચ્શ્રિત કરવામાં આવી છે. આ સાથે મતદાતાઓને જરૂરી સુવિધાઓ ઉપ્લબ્ધ કરાવવાની ખાતરી પણ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ જિલ્લા પાંચ વિધાનસભા બેઠકો પર વિક્રમી મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રચિત રાજના માર્ગદર્શન ગ્રાસ રૂટ પર બૂથ લેવલ અવેરનેસ ગૃપ દ્વારા સતત લોક સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...