સોલાર રૂફટોપનો આવિષ્કાર:જૂનાગઢ જિલ્લા પંચાયતમાં સોલાર રૂફટોપથી રૂપિયા1.17 લાખનો થયો વિજબીલમાં ઘટાડો

જૂનાગઢ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એપ્રિલ-મે મહિનામાં રૂા.1,28,327નું બિલ આવ્યું, સોલાર ફીટ કરતા મે-જૂનમાં માત્ર રૂા. 10,894નું બિલ આવ્યું
  • વિજબીલ બચાવવા સરકારી કચેરીઓમાં સોલાર રૂફટોપનો આવિષ્કાર

વિજબીલ બચાવવા સરકારી કચેરીઓમાં સોલાર રૂફટોપનો આવિષ્કાર કરવામાં આવી રહ્યો છે. જૂનાગઢ જિલ્લા પંચાયતમાં રૂા.23.12 લાખના ખર્ચે 68 કિલોવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. જેના થકી મે-જૂન મહિનાના લાઇટ બિલમાં રૂા.1.17 લાખની બચત થઇ છે.

જેથી જિલ્લા પંચાયતના સ્વભંડોળના વાર્ષિક રૂા.14 લાખની બચત થતા આ બચતની રકમ પ્રજા હિતના કામોમાં વાપરવામાં આવશે.સરકારની 15માં નાણાંપંચની જિલ્લા કક્ષાની વર્ષ 2020-21 માં 10 ટકા અનટાઈટ ગ્રાન્ટમાંથી જૂનાગઢ જિલ્લા પંચાયત બિલ્ડીંગ ઉપર રૂા.23.13 લાખના ખર્ચે 68 કિલોવોટની સોલાર રૂફટોપ સિસ્ટમ ઈન્સ્ટોલ કરવામાં આવી છે. જેનું શ્રમ અને રોજગાર મંત્રી બ્રીજેશભાઇ મેરજા દ્વારા લોકાર્પણ કરાયુ હતું.

જૂનાગઢ જિલ્લા પંચાયતના બિલ્ડીંગનું લાઇટ બિલ એપ્રિલ-મે 2022માં રૂા. 1,28,327 આવ્યું હતું. જ્યારે સોલાર સિસ્ટમ શરૂ થયા બાદ મે-જૂન 2022માં રૂા.10,894નું વિદ્યુત બિલ આવ્યું છે. આમ, સોલાર રૂફ ટોપ સિસ્ટમ ઈન્સ્ટોલ કરવાના કારણે રૂા.1,17,433ની રકમની બચત થઇ છે. આથી જૂનાગઢ જિલ્લા પંચાયત સ્વભંડોળના વાર્ષિક રૂપિયા 14 લાખની બચત થશે.

આ બચતની રકમનો ઉપયોગ અન્ય વિકાસના કામો તેમજ પંચાયતના કામોમાં થઈ શકશે. આ બચતના કારણે સોલાર સિસ્ટમ માત્ર દોઢ વર્ષમાં જ બ્રેક ઈવન આવી તદ્દન મફત થઈ જશે, પર્યાવરણનું જતન થશે, સરકારી નાણાંની બચત થશે તથા કલાઈમેન્ટમાં પરિવર્તન આવશે. જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખના આ અભિગમથી લોકો પોતાના ઘરે સોલાર સિસ્ટમ કાર્યરત કરવાની પ્રેરણા મેળવશે.

અન્ય સમાચારો પણ છે...