• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • In Junagadh District, Government Departments Adopted The Policy Of 'No Pending' Work And Got The First Position In The CM Dashboard.

સેવામાં અગ્રેસર:જૂનાગઢ જિલ્લામાં સરકારી વિભાગોએ 'નો પેન્ડિંગ' વર્કની નીતિ અપનાવી કામગીરી કરતા CM ડેશબોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું

જૂનાગઢ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ - Divya Bhaskar
જૂનાગઢ જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ
  • કલેકટરના માર્ગદર્શન હેઠલ કામગીરીમાં સુધારો થતા CM ડેશબોર્ડમાં પ્રથમ સ્થાને પહોંચ્યો

રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લામાં નાગરિકોની સેવાઓ અને યોજનાકીય સિદ્ધીઓ તેમજ પેન્ડિગ કામગીરી પર ધ્યાન રાખવા માટે મુખ્યમંત્રીની સીધી દેખરેખ હેઠળ સી.એમ. ડેશબોર્ડ કાર્યરત છે. સુશાસન અને ઇ-ગવર્નન્સના ભાગરૂપે કાર્યરત ડેશબોર્ડમાં જૂનાગઢ જિલ્લાએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જેની પાછળ જૂનાગઢ જિલ્લામાં કલેકટર રચિત રાજના માર્ગદર્શન હેઠળ નાગરિકોની સેવાની કામગીરીમાં ઝડપી સુધારો થતાં સમગ્ર રાજ્યમાં જૂનાગઢ જિલ્લો પ્રથમ સ્થાન પર પહોંચ્યો છે.

જૂનાગઢ જિલ્લા કલેક્ટર રચિત રાજના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાની કચેરીઓમાં લોકોની અરજીઓની પેન્ડીંગ ઝીરો થાય તેમજ ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ અરજીઓનો સમયમર્યાદામાં યોગ્ય નિકાલ થાય તે માટે સતત માર્ગદર્શન આપવા સાથે વિવિધ કચેરીઓની કામગીરીનું સંકલન થાય તે માટે વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા હતા. જિલ્લામાં ટીમ વર્કથી કામગીરીમાં ઝડપી સુધારો આવ્યો છે. સી.એમ. ડેશબોર્ડ પર વિવિધ 42 જેટલી સેવાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવતી હોય છે. જેમાં ડિજિટલ ગુજરાત અંતર્ગત ઓનલાઇન આવતી અરજીઓનો નિકાલ, વિવિધ સર્ટી કાઢવા, 108 ની કામગીરીમાં ઝડપી રિસ્પોન્સ, ગૃહ વિભાગ લગત કામગીરી, સમાજ સુરક્ષા, મહેસુલ સંબંધી કામગીરી, મામલતદાર ઓફિસની વિવિધ સેવાઓ, રેશનકાર્ડ જેવી બાબતોનો સમાવેશ થાય છે.

આ તમામ કામગીરીમાં જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શ્રેષ્ઠ કામગરી કરવામાં આવી હોવાથી જિલ્લાને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયેલ છે. જેને લઈ કલકેટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી કર્મચારીઓ અધિકારીઓને પ્રોત્સાહન આપવા ખાસ ઉજવણી કરવામાં આવી હતી. આ તકે જિલ્લા કલેકટર રચિત રાજે જિલ્લાના તમામ અધિકારી- કર્મચારીઓને અભિનંદન પાઠવી જિલ્લાની કામગીરી દરેક ક્ષેત્રે શ્રેષ્ઠ રાખવા અને ટીમવર્કથી પ્રજાલક્ષી કામગીરીમાં ઉત્તરોતર સુધારો કરતા રહેવા અપીલ કરી હતી.

આ સફળતા અંગે અધિક કલેકટર એલ.બી. બાંભણીયાએ જણાવેલ કે, જિલ્લામાં શ્રેષ્ઠ નાગરિક સેવા પૂરી પાડવા અંગે જિલ્લા કલેકટર સાહેબે નો-પેન્ડીગ વર્કની નીતિ અપનાવી કામગીરી કરીશું તો શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરી શકીશું. જેથી આ સૂત્ર અપનાવવા અધિકારી-કર્મચારીઓને સૂચના આપી હતી. આ સાથે જિલ્લાના તમામ અધિકારીઓને ટીમ સ્પિરીટ સાથે ટીમવર્કથી પરિણામલક્ષી કામગીરી કરી પ્રજાને ઉપયોગી થવા સ્પષ્ટ સૂચના આપી અપીલ કરી હતી. જે મંત્ર અને સુચનાને લીધે જૂનાગઢ જિલ્લામાં કામગીરીમાં ખાસો સુધારો આવતા પ્રથમ ક્રમ હાંસલ કરવામાં સફળતા મળી છે.

અન્ય સમાચારો પણ છે...