તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની બીજી લહેર:જૂનાગઢ જિલ્લામાં 2 પોઝિટીવ, 11 દર્દી ડિસ્ચાર્જ, 1 નું કોરોનાથી મોત

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રવિવારે કુલ 7,752 લોકોને વેક્સિન અાપવામાં આવી

જૂનાગઢ જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસ ઘટ્યા છે. જોકે, તેમ છત્તાં કોરોનાના કારણે વધુ 1નું મોત થયું છે જે બતાવે છેે કે ખતરો હજુ ટળ્યો નથી. જૂનાગઢ જિલ્લામાં રવિવારે 2 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. 1 કેસ માળીયા હાટીના તાલુકામાં અને 1 કેસ વિસાવદર તાલુકામાં નોંધાયો છે. આમ, સમગ્ર જિલ્લામાં 2 કેસ જ નોંધાયા છે સામે 11 દર્દીઓએ કોરોનાને માત આપી હોય તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ, કોરોના કેસ ઘટવા સાથે રિકવર થનાર દર્દીની સંખ્યા પણ વધી રહી છે જે સારી બાબત છે. પરંતુ તેમ છત્તાં એ પણ બાબત નોંધનીય છે કે, કેશોદ તાલુકામાં કોરોનાના કારણે 1 નું મોત થયું છે. આમ, કોરોના મામલે બેદરકારી દાખવવી ભારે પડી શકે છે.

જૂનાગઢ જિલ્લાના 9 તાલુકા પૈકી માત્ર માળીયા હાટીના અને વિસાવદર એમ બે જ તાલુકામાં કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે જૂનાગઢ, કેશોદ, ભેંસાણ, માણાવદર, મેંદરડા, માંગરોળ અને વંથલી મળી કુલ 7 તાલુકા તેમજ જૂનાગઢ સિટીમાં રવિવારે જાણે કોરોનાએ રજા પાળી હોય તેમ એકપણ કેસ નોંધાયો ન હોય લોકો સાથે તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, હજુ 33 કન્ટેઇનમેન્ટ ઝોનમાં 34 ઘરના 176 લોકોનો સમાવેશ થાય છે. દરમિયાન જૂનાગઢ શહેરમાં રવિવારે 2,329ને અને ગ્રામ્યમાં 5,423ને મળી એક જ દિવસમાં કુલ 7,752 લોકોને રસી આપી કોરોનાથી રક્ષિત કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...