તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:જૂનાગઢ જિલ્લામાં 11 કોરોના પોઝિટીવ, 7 ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • સાત વ્યક્તિઓનો કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવેશ

જૂનાગઢ જિલ્લામાં ફરી કોરોનાનો ફૂંફાડો વધી રહ્યો છે. કેટલાક દિવસોથી કોરોના સિંગલમાંથી ડબલ આંકડામાં દેખાવા લાગ્યો છે. ત્યારે હવે કોરોના સામે રક્ષણ મેળવવા માટે કોરોનાની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે. દરમિયાન રવિવારે આવેલા કેસમાં કુલ 11 લોકોને કોરોના પોઝિટીવ આવ્યો છે. જોકે જિલ્લાના કુલ 11 કેસમાંથી 8 કેસ જૂનાગઢ સિટીના છે.

જ્યારે મેંદરડા તાલુકામાં 2 અને વંથલી તાલુકામાં 1 કેસ નોંધાયો છે. દરમિયાન 7 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ જૂનાગઢ જિલ્લામાં 2 કન્ટેઇનમેન્ટ ઝોનના 2 ઘરમાં 7 લોકોનો સમાવેશ થાય છે. દરમિયાન હાલ માસ્ક પહેરી રાખી, સોશ્યલ ડિસ્ટન્સ જાળવી રાખી તમે તમારી જાતને તેમજ તમારા પરિવાર અને સમાજને કોરોના સંક્રમણથી બચાવી શકશો. કોરોના મહામારીએ ફરી ઉછાળો માર્યો છે.

દરરોજ આવતા કેસની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. ત્યારે તમારી સાવચેતી જ તમને કોરોના સંક્રમણથી બચાવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો