તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોક ભાગીદારી:જૂનાગઢ શહેરમાં 70:20:10ની યોજનામાં કામ કરવા માંગ ઉઠી

જૂનાગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોક ભાગીદારીથી પ્રાઇવેટ સોસાયટીમાં કામ કરાય છે

રાજ્ય સરકારની 70:20:10ની યોજનામાં વિકાસના કામો કરવા માટે જૂનાગઢના ધારાસભ્યએ જૂનાગઢની જનતાને અપીલ કરી છે. આ અંગે ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ જણાવ્યું છે કે, કોર્પોરેશન હદ વિસ્તારમાં નવી વસેલી પ્રાઇવેટ સોસાયટી, ફ્લેટો, હાઉસિંગ બોર્ડની વસાહત સામાન્ય રીતે કોર્પોરેશનના કાર્યક્ષેત્રમાં આવતી નથી હોતી. ત્યારે અહિં પ્રાથમિક સુવિધાના કામ કરવા રાજ્ય સરકાર દ્વારા 70:20:10ની લોક ભાગીદારીની યોજના અમલમાં મૂકી છે.

આ યોજનામાં કામની 70 ટકા રકમ રાજ્ય સરકાર ચૂકવે છે, 20 ટકા રકમ સ્થાનિક કોર્પોરેટર, ધારાસભ્ય કે સંસદસભ્યની ગ્રાન્ટમાંથી અને 10 ટકા રકમ સ્થાનિક સોસાયટીએ ભરવાની થાય છે. આ યોજના હેઠળ ડામર રોડ, પેવિંગ બ્લોક, સિમેન્ટ રોડ, સ્ટ્રીટ લાઇટ, પાણીની પાઇપ લાઇન, ભૂગર્ભ ગટરની કામગીરી તેમજ વોટર હાર્વેસ્ટિંગની કામગીરી કરી શકાય છે. ખાનગી સોસાયટીમાં અંદર તેમજ જાહેર સ્થળો પર કે જ્યાં કોર્પોરેશનનું બજેટ આયોજન થયા બાદ જો કોઇ ઇમર્જન્સી કામો કરવાના થાય તો ત્યાં પણ આ યોજના હેઠળ લોક ભાગીદારીથી કામ કરી શકાય છે. ત્યારે કોઇપણ સોસાયટીમાં આવા પ્રાથમિક સુવિધાના કામો કરવાના થતા હોય તો તેની દરખાસ્ત મોકલતા તેમાં ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટ આપવા ભીખાભાઇ જોષીએ તત્પરતા દર્શાવી છે.

અન્ય સમાચારો પણ છે...